India

4 મે થી આ રાજ્યો મા પડશે ગાજવીજ સાથે વરસાદ જાણો વિગતે…

હાલમાં જ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. અતિશય ગરમીના ત્રાસ થી સૌ કોઈ પરેશાન થઈ ગયા છે, ત્યારે એવામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવી શકે છે. ગઈકાલનાં રોજ જ અમરેલી જીલ્લાનાં આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો હતો. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઋતુમાં કમોસમી વરસાદ થતાં કેરીના પાકને વધુ નુકસાન થઈ શકે છે, પણ હવામાન વિભાગ દ્વારા ક્યાં ક્યાં રાજ્યોમાં અને શહેરોમાં આગાહી કરવામાં આવીએ પહેલા જાણીએ.

ચાલો અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ કે, ક્યાં શહેરમાં વરસાદ પડશે અને કંઈ તારીખે? અતિશય ગરમીના પ્રકોપના લીધે ગરમીમાં રાહત મળે તેવા સંકેતો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે , આગામી તારીખ 4 મેથી દેશના અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.

હવામાન અનુસાર મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ નૈઋત્યનું ચોમાસું કેરળમાં બેસી ગયું હતું પરંતુ આગામી તારીખ 4 મેથી શરૂ થતા વરસાદને હવામાન ખાતુ નૈરૂતયના ચોમાસાના પ્રારંભ તરીકે સત્તાવાર રીતે ગણતું નથી. 4 મે ના રોજ આંદામાનમાં દક્ષિણ દિશામાં સાયક્લોનિક સરક્યુલેશન અને સાથોસાથ તે વિસ્તારમાં લો પ્રેશર સર્જાશે. માત્ર 24 કલાકમાં જ આ લો પ્રેશર વધુ પ્રભાવશાળી બનીને આગળ વધશે.

આંદામાનમાં તારીખ 4 થી ત્રણ દિવસ સુધી પ્રતિ કલાકના ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તેથી માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયામાં ન જવા માટે અત્યારથી જ ચેતવણી આપી દેવામાં આવી છે આંદામાન અને નિકોબારમા તારીખ 4 અને ત્યાર પછીના ૩ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

બંગાળની ખાડીમાં સર્જાનારી આ સિસ્ટમના કારણે આંદામાન નિકોબાર ટાપુ ઉપરાંત બંગાળ મુજફ્ફરાબાદ ઉતરાખંડ ઝારખંડ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય મહારાષ્ટ્ર કોસ્ટલ આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરલ તમિલનાડુમાં વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!