Viral video

અમરેલીમાં ફરી સિંહ આપી દસ્તક! એક વ્યક્તિ સિંહ સાથે એવી હરકત કરી કે,વન વિભાગ પણ શોધી રહી છે એ વ્યક્તિને…જુઓ વીડિયો

હાલમાં સોશિયલ મીડિયા પર અમરેલી વિસ્તારમાં વિચરણ કરતા સિંહ અને દીપડાના વીડિયો વાયરલ થયા હતા. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ બંને ઘટનાઓ રાત્રીનાં સમયમાં અલગ અલગ વિસ્તારોમાં ઘટી હતી. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાંથી સિંહની પજવણી કરાતો વીડિયો વાયરલ થતા સૌકોઈ ચોંકી ગયા છે.

આ ઘટનાનો વીડિયો સામે આવતાની સાથે જ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને કાયદેસરના પગલાઓ લેવામાં આવ્યા છે. ખરેખર આ ઘટના ખૂબ જ હચમચાવી દે એવી છે. આપણે માણસ થઈને આપણી માનવતા ભૂલી જઈએ છીએ. વન્ય જીવોને હેરાન કરવા તે કાયદાકીય રીતે ગુન્હો છે. આ વીડિયોમાં જોવા મળ્યું છે કે વાડી વિસ્તારમાં એક ટ્રેક્ટરચાલક સિંહ પાછળ પોતાનું ટ્રેક્ટર ભગાવી દોડતા સિંહનો વીડિયો ઉતાર્યો છે.

સિંહની પજવણીની ઘટના સામે આવતાં સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમરેલી જિલ્લામાં સિંહની પજવણી કરાતી હોવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે.વીડિયોમાં જોવા મળ્યા મુજબ, રાજુલા તાલુકાના બર્બટાણા ગામનો છે અને આ ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે.

આ ઘટના પહેલીવાર નથી બની કે, વન્ય જીવોને આ રીતે હેરાન કરી રહ્યા હોય. અનેક વખત આવા બનાવો સામે આવે છે, ત્યારે તાત્કાલિક ધોરણે વન્યવિભાગ દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવે છે અને આરોપીને સજા આપવામાં આવે છે. હાલમાં વન વિભાગ દ્વારા આ વીડિયો અંગે તપાસ શરૂ થઈ ગઈ છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે આરોપીને સજા મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!