ગુજરાતી અને હિન્દી ફિલ્મો મા અનોખી છાપ છોડનાર અરુણા ઈરાની નો જન્મ કયા થયો હતો જાણો અને હાલ શુ કરે…
ગુજરાતી રંગભૂમિ એ અનેક ગુજરાતી કલાકારો ને જન્મ આપ્યો છે. એક એવો સમયગાળો હતો, જયારે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હાલતો હતો. ગુજરાતી ના હોવા છતાં અનેક કલાકારો એ ગુજરાતી ફિલ્મોમાં પોતાનું નામ બનાવ્યું. આજે આપણે એક એવા જ અભિનેત્રીની વાત કરીશું, જેમનો જન્મ ભલે ગુજરાતમાં ના થયો પરતું તેઓ મૂળ ગુજરાતી છે અને ગુજરાતી ફિલ્મો મહત્વનું યોગદાન આપ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની અભિને અરુણા ઇરાની વિશે.
ગુજરાતી સિનેમાના 90 દાયકાનાં સફળ અભિનેત્રી અરુણા ઇરાનીએ 300 થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.અરુણા ઇરાણીને અભિનયની કલા અને ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપવા બદલ બેસ્ટ સપોર્ટિંગ રોલ તરીકે બે વખત ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યાં હતાં. ગુજરાતી ફિલ્મોની સાથે એમને બોલિવુડમાં અનોખી છાપ ઉભી કરી અને પેટ પ્યાર ઔર પાપ (૧૯૮૫) અને બેટા (૧૯૯૩) માટે તેણીએ ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યા હતાં. જાન્યુઆરી ૨૦૧૨માં, તેણીને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ પારિતોષિક ૫૭માં ફિલ્મફેર પુરસ્કાર સમારંભમાં આપવામાં આવ્યો હતો.
ગુજરાતી અને બોલીવુડમાં અભિનયની અમી છાપ છોડનાર અરુણા તેમના જીવનની વાતો જાણીએ. અરુણા ઈરાનીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ આઠ ભાઇ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમણે દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કરેલ અને પોતાનું લગ્ન જીવન ખૂબ જ સુખી રીતે જીવી રહ્યા. ખરેખર અરુણા ઇરાની ગુજરાતી ફિલ્મો તેમજ બોલીવુડમાં અને ટેલિવિઝનમાં આમ ત્રણે ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે. જગતભરમાં તેમને પોતાની લોકપ્રિયતા મેળવી. તેમના જીવનની અભિનય ની સફર પર એક નજર કરીએ.
અરુણા ઈરાનીએ કારકિર્દીની શરૂઆત ૯ વર્ષની ઉંમરે ગંગા જમુના (૧૯૬૧) થી કરી હતી. ઘણાં નાનાં પાત્રોમાં અભિનય કર્યા બાદ તેમનેમહેબૂબ, ઔલાદ (૧૯૮૧), હમજોલી (૧૯૭૦) અને નયા જમાના (૧૯૭૧)માં અભિનય કર્યો હતો. ગુજરાતી ચલચિત્રો સંતુ રંગીલી (૧૯૭૩), મારે જાવું પેલે પાર (૧૯૭૮) ચલચિત્રોમાં ઉપેન્દ્ર કુમાર અને સંજીવ કુમાર સાથે તેણીની ભૂમિકા સરાહનીય હતી.
૧૯૮૪માં તેણીએ પેટ પ્યાર ઔર પાપ માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો. ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયદામાં તેણીએ મોટાભાગે ‘મા’ ના પાત્રોમાં અભિનય કર્યો. ખાસ કરીને બેટા (૧૯૯૨)માંના અભિનયે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો. તેમણે ફિલ્મો છોડીને પાછળથી ટેલિવિઝન ધારાવાહિકોમાં કામ કરવાનું શરુ કર્યું. જેમાં તેમની ભૂમિકાઓ લોકપ્રિય રહી અને ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ વાર્ષિક ફિલ્મફેર સમારંભમાં તેણીને ‘લાઇફટાઇમ એચિવમેટન્ટ પુરસ્કાર’ પ્રદાન થયો હતો. હાલમાં તેઓ અભિનય સાથે જોડાયેલ છે
તમને જાણીને નવાઇ લાગશે કે અરુણા ઇરાની અને ફિરોઝ ઇરાની ભાઈ બહેન છે.હાલમાં તેઓ હજુ પણ અભિનય સાથે જોડાઈ ને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. મુંબઈમાં જ પોતાના પરિવાર સાથે રહે છે. આજે હિન્દી સિરિયલોમાં તેઓ સક્રિય છે. ઘડપણની ઉંબરે આવ્યા છતાં પણ તેઓ એ અભિનયની કળાને છોડી નથી. તેમણે ગુજરાતી ફિલ્મો અને હિન્દી ધારાવાહિકમાં ભલે ઓછું યોગદાન આપ્યું પરતું તેમને જે પોતાની છબી બનાવી છે.