ખજૂરભાઈ બાદ સવજીભાઈ એ પણ કર્યું ભગિરથી કાર્ય! આ ગામની પાણીની સમસ્યા દૂર કરવા માટે…
ગુજરાતમાં અનેક એવા વ્યક્તિઓ છે, જે લોક સેવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ વ્યક્તિઓમાં સૌથી મોખરે પહેલા ખજુરભાઈનું નામ આવે છે. જેઓ અનેક નિરાધારનાં સહારો બન્યા છે તેમજ દરેક લોકો માટે જીવન જરુંરિયાતની સેવા પૂરી પાડી છે. હાલમાં જ ખજૂરભાઈ એ 200 બનાવવાનું કામ પૂર્ણ કર્યું છે. ત્યારે હાલમાં સુરતના સમાજ સેવક અને પદ્મશ્રી સન્માનિત સવજીભાઈ ધોળકિયા પણ પોતાની સેવાવૃત્તિનાં લીધે જાણીતા છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ખજૂરભાઈ બાદ સવજીભાઈ એ પણ એક ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.જે ગામના લોકો પાણી માટે વલખા મારે છે, એવા કપરાડા ગામની સવજીભાઈ એ મુલાકાત લીધી. મહારાષ્ટ્ર બોર્ડરના ચેપા, મોટી પલસણ સહિતના વિસ્તારમાં સવજીભાઇ ધોળકિયા 5 કિ.મી. સુધી ચાલીને ગ્રામજનો પાસે પાણીની અછત છે.
આ પાણીની અછત નો કાયમી ઉકેલ લાવવા માટે ગામમાં
15 જેટલા ચેકડેમો બાંધવાનો સવજીભાઈ સંકલ્પ કર્યો છે.
બસ ગામના લોકો બાંયધરી સાથે પરવાનગી આપે એટલે કામગીરી શરૂ થશે. સુરતમાં વલસાડ જિલ્લાના કપરાડા ગામ અનેક સુખ સુવિધાથી વંચિત છે. ખાસ કરીને પાણી માટે 5 કી.મી સુધી દૂર જવું પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સવજીભાઈ ધોળકીયા ઉપરાંત યુવા ઉદ્યોગપતિ રાકેશ દૂધાત.
આર્કિટેક રાજેશ મકવાણા, વૈભવભાઇએ પણ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. જેમાં ગ્રામજનોએ પાણી માટે પડતી મુશ્કેલી અંગેની વ્યથા રજૂ કરી હતી. તેમજ કૂવા અને બોરિંગ સૂકાતા ઉનાળામાં પીવાના પાણી માટે કેવી રીતે પાણી લાવવામાં આવે છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.ગામના સાથ સહકાર અને સહકારની મંજૂરી સાથે સવજીભાઈ એ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે. હાલમાં જ ખજૂરભાએ પણ ઘોટવણ ગામની મહિલાઓની પાણીની સમસ્યા દૂર કરી હતી, ત્યારવા સવજીભાઈ પણ એક ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છે.