હવામાન વિભાગ ની મોટી આગાહી! આ 18 જીલ્લા ઓ પર વાવાઝોડા નુ જોખમ, જાણો વિગતે
ભારત માં આખા વર્ષ દરમિયાન અનેક કુદરતી આફતો આવતી જ હોય છે. અને એના લીધે લોકો ને ખાસું એવું નુકશાન થતું હોય છે. લોકો ને ભારે તબાહી નો સામનો કરવો પડતો હોય છે. વાવાઝોડા દરમિયાન દરિયાકાંઠા ના વિસ્તારો ને ઘણું બધું નુકશાન થતું હોય છે. વાવાઝોડા ની આગાહી બાદ સરકાર પણ લોકો ના બચાવ કાર્ય માં તત્પર હોય છે. અને લોકો ને સહી સલામત સ્થળે ખસેડવાનું કામ કરે છે.

ભારત માં ખાસ કરીને અરબ સાગર, બંગાળ ની ખાડી તરફ થી વાવાઝોડા ઉત્પ્પન થતા હોય છે અને બાદ માં ધીરે ધીરી આગળ વધતા હોય છે. એવું જ એક વાવાઝોડું ફરી સક્રિય થયેલું છે. વાવાઝોડું ”અસાની” અત્યારે સક્રિય થયેલું જોવા મેળે છે. જેના લીધે હવામાન વિભાગે આગામી 48 કલાક માં ઓડિશા માં વાવાઝોડું આવી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચક્રવાતી વાવાઝોડું અસાની ને લઇ ને ઓડિશા સરકારે 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

ઓડિશાના પુરી, ઢેંકનાલ અને ઉત્તર કોસ્ટલ જિલ્લાઓમાં શુક્રવાર થી શનિવાર સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. આગામી 48 કલાકમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેવી હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્ત કરી છે. સરકારે આને પહોંચી વળવા માટે NDRF ની 17-ટિમો ODRAF ની 20-ટિમો અને 175 ફાયરબ્રિગેડને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે.
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રા ના જણાવ્યા મુજબ 8 મે સુધીમાં વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે.બાદ તેની ગતિ 75 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. મોટાભાગે પૂર્વોત્તર ના રાજ્યો જેવા કે મેઘાલય, ઓરિસ્સા, પશ્ચિમબંગાળ, આસામ, મેઘાલય જેવા જિલ્લાઓ માં ઘણા બધા વાવાઝોડા આવતા જ રહે છે. વાવાઝોડા ની આફત ને લઇ ને ભારત ના પીએમ નરેન્દ્રભાઈ મોદી એ બેઠક કરી અને તમામ માહિતી એકત્રિત કરી હતી.
