દોઢ વર્ષ ના બાળક નુ હ્દય 48 કલાંક મા ત્રણ વાર બંધ થય ગયુ ! પરંતુ ડોક્ટરો એ પણ એવો ચમત્કાર કર્યો કે…
કહેવાય છે ને કે, ડોકટર એ ભગવાનનું બીજુ રૂપ સમાન છે. હાલમાં જ અમદાવાદમાં એક મેડિકલ સેવાનો ઉત્તમ કિસ્સો બન્યો છે, જે ક્યારેય ના કલ્પી શકાય એવો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સવા મહિનાનાં બાળકને એક રાત્રે અચાનક ખેંચ આવવા લાગી. ખેંચ જો મોટી ઉંમરનો જીવ લઈ શકે તો તેની અસર દોઢ વર્ષના બાળક પર કેવી પડે!
આ બાળક કોમમાં જતો રહ્યો હતો અને આ દરમિયાન બાળકનાં હ્દયનાં ધબકારા ત્રણ વાર બંધ પડી ગયા હતાં જેને 6 વાર કરન્ટ આપવા પડ્યા. ફેફસા સહિત અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા. ડોકટર્સે આ પરિસ્થિતિ પડકારજનક હતી. કહેવાય છે ને કે, જેના ભાગ્યમાં જીવન લખ્યું જ હોય તેને યમના તેડા પણ ના આવી શકે. આખરે 18 દિવસની સારવાર બાદ ડોક્ટરને સફળતા મળી.
આ ઘટના અમદાવાદના મેમનગરની ડીવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થમાં જોવા મળી છે. ડોક્ટરે જણાવ્યું હતું કે, શરૂઆતના 48 કલાકમાં જ બાળકનું હૃદય ત્રણ ત્રણ વખત બંધ થઈ જવા છતાં પણ પંપીંગ કરીને ત્રણેય વખતે ચાલુ કરવામાં આવ્યું. આ ઉપરાંત હૃદયના ધબકારા છ છ વખત અનિયમિત થયા હતા છતાં પણ બાળકને છ છ વખત હૃદય પર કરંટ આપીને ધબકારા નિયમિત કરવામાં આવ્યા.
જેને મેડિકલ ભાષામાં synchronised cardioversion કહેવાય. અને હૃદયના ધબકારા નિયમિત રાખવા માટે 4 પ્રકારના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યાજે આ કેસનો સૌથી મોટો ચેલેન્જિંગ પોઈન્ટ હતો. સાત દિવસના અંતે બાળકે ઘણી ખરી રિકવરી બતાવવા લાગી. આ બાળકને ખેંચ દરમિયાન શરીરમાં જે ઇફેક્ટ આવ્યા છે, તે પણ જલ્દી રિકવર થઈ જશે. હાલમાં સૌ કોઈ ડૉક્ટર્સ નો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
