વિજય સુવાળા ના ચાલુ પ્રોગ્રામ મા સ્ટેજ ટુટયુ ! ધડામ કરાતા નીચે પડ્યા, જુવો વિડીઓ
ગુજરાતનાં લોકપ્રિય ગાયક કલાકાર વિજયસુવાળાએ હાજરી આપેલ કાર્યક્રમમાં ચાલું પ્રોગામમાં સ્ટેજ તૂટી જતા, આ ઘટના હાલમાં સોશિયલ મીડિયમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના અંગે વિસ્તુત માહિતી જાણીએ કે, આખરે આ ઘટના ક્યાં ગામમાં બની છે અને શું આ ઘટનામાં કોઈને ઇજા થઇ હતી કે નહીં તે સંપૂર્ણ માહિતી જાણીએ. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકશો કે કંઈ રીતે એક જ ક્ષણમાં સ્ટેજ ધડામ દઈને તૂટી જાય છે.
મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,
દાહોદના ફતેપુરના સુખસરમાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીતોની રમઝટ બોલાવવા માટે વિજય સુવાળા એ હાજરી આપી હતી. ગીતો ગાવા માટે તે સ્ટેજ ઉપર તેમને ગીતો ગાવાનું શરૂ કર્યું ત્યારે જ અચાનક સ્ટેજ તૂટી ગયું.
વિજય સુવાળા સહિતના કાર્યકરોના સંગીતના આ માહોલમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ તૂટી જતા થતા વિજય સુવાળા સહિતના કલાકારો સ્ટેજ સાથે નીચે પડ્યા હતા. જો કે, સદનસીબે મોટી હોનારત ટળી હતી. હાલમાં તેમના ચાહકો અને ગામજનોમાં આ ઘટના બનતા અફરાતફરી મચી હતી. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવિદેનાર અને બેદરકારીની કહેવાય. સ્ટેજનાં બાંધકામ અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે.
વિજય સુવાળા વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છે કે, તેઓ ગુજરાતનાં લોકપ્રિય ગાયક કલાકાર છે અને તેઓ સાથે માતાજીના ભુવા પણ છે અને મહત્વની વાત એ કે, હાલમાં જ તેઓ ભાજપમાં પણ જોડાયા છે. આ પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરતું કોઈ કારણોસર તેમને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે તે ચર્ચામાં આવ્યા હતા અને ફરી એકવાર સ્ટેજ તૂટી જતા તે ચર્ચાનો વિષય બન્યા છે.
