Gujarat

એસ.પી.ની પ્રેમસુખ ડેલુ ની કડક કાર્યવાહી : જામનગરમાં એક સાથે ત્રણ માથા ભારે અસામાજીક તત્વોને….

જામનગર શહેર અસામજીતત્વોને જેલમાં રવાળે ચડાવ્યા છે. ત્યારે આ વાત હાલમાં જામનગર ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જામનગરના નવ નીયુક્ત એસ.પી પ્રેમસુખ ડેલુએ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, જામનગરમાં અસામાજિક તત્વો પર કંટ્રોલ કરવા માટે  મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગરમાં એકી સાથે ત્રણ અસામાજીક તત્વોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે જામનગર શહેરમાં ચકચાર મચી ગયો છે અને સૌ કોઈ ગુનેગારો પણ ચોંકી ગયા છે. તેમજ.જામનગર શહેર-જિલ્લામાં ખૂનની કોશિશ, લૂંટ મારામારી, ધાક ધમકી આપવી, મિલકત પચાવી પાડવી, ગેરકાયદેસર હથિયાર રાખવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા ત્રણ ઈસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા રજિસ્ટર અને મોકલી આપી છે.જિલ્લા મેજિસ્ટ્રેટ ત્રણેયને જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.  એલસીબી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને પાસાના વોરંટની બજવણી કરી અટકાયત કરવામાં આવી છે. જેમાં એક ખૂનની કોશિશ મારામારી ધાક-ધમકી લૂંટ ગેરકાયદેસર પ્રોહીબીશન હથિયાર રાખવા અને ફાયરિંગ કરવું જેવા 11 ગંભીર ગુના નોંધાયેલા છે.

તેમજ અન્ય આરોપી પર  ખુનનો પ્રયત્ન અને લૂંટ તેમજધાક ધમકી આપવી, જમીન પચાવી પાડવી અને પ્રોહિબિશન જેવા 17 ગુના નોંધાયેલા છે.  આપવી અને ગેરકાયદેસર હથિયાર રાખવા હેઠળ 10 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે જેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે. આ ઘટના પગલે સૌ કોઈ ઉકેલ ગુનેગારો પણ સતર્ક બન્યા છે, તેમજ શહેરીજનોએ નવ નિયુક્ત એસ.પી.ની પ્રેમસુખ ડેલુ ની કડક કાર્યવાહી અંગે સરહાનિય કામગીરી બદલ બિરદાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!