Viral video

દુલ્હને પોતાના જ લગ્ન મા રમઝટ બોલાવી દિધી ! વિડીયો વાયરલ થયા બાદ ખબર પડી છે દુલ્હન ગાર્વિન પટેલ…

દુલ્હને પોતાના જ લગ્ન મા રમઝટ બોલાવી દિધી ! વિડીયો વાયરલ થયા બાદ ખબર પડી છે દુલ્હન ગાર્વિન પટેલ.હાલમાં ચોરેતરફ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે લગ્નને લઈને અનેક પ્રકારના વિડિયો અને વાતો મીડિયામાં વાયરલ થતી હોય છે. ત્યારે હાલમાં જ સૌરાષ્ટ્રની પ્રખ્યાત ડ્રમરનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એ પણ પોતાના લગ્નના દિવસે તેને જાનૈયા સામે ડ્રમ બજાવીને ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ગયા. ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.

અત્યાર સુધી આપણે જોયું છે કે પહેલાનાં સમયમાં દુલ્હન પોતાના લગ્નમાં કંઈ પણ કરી નાં શકતી બસ એક જગ્યા બેસી રહેવાનું અને ઘૂંઘટ તાણી ને લગ્નમાં મંડપ હાજર થઈ જવાનું. આ પહેલાના રીતિ રિવાજો હતા. હવે તો જાનના દિવસે પણ દુલ્હન પોતાના જ લગ્નમાં ગીતો પર ઝુમતી જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં તો એક ગજબ કિસ્સો જ બની ગયો. વાત જાણે એમ છે કે રાજકોટના ધોરાજીમાં દુલ્હન ગાર્વિન પટેલને પોતાના જ લગ્નમાં તાન ચડ્યું હતું અને ડ્રમ વગાડવા લાગી હતી.

ગાર્વિન પટેલ કોણ છે? કહેવાય છે ને કે વ્યક્તિ પોતાની આવડત થી જ ઓળખાય છે, ત્યારે આજે આપણે વાત કરીશું ધોરાજીની ગાર્વિન પટેલની જેને ડ્રમ વગાડવાનો ભારે શોખ છે.  આ યુવતીને પોતાનાં લગ્ન પ્રત્યે એટલો લગાવ કગે કે,પોતાના જ લગ્નમાં દાંડિયારાસના કાર્યક્રમમાં ડ્રમ વગાડવા લાગી હતી.  આ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા અને ખાસ કરીને તો લગ્નમાં જાનૈયા અને વરરાજો તો વિચાર માં જ ખોવાઈ ગયેલ. જ્યારે તેની પત્ની આવી રીતે ડ્રમ વગાડી રહી હતી.

વાત જાણે એમ છે કે, ગાર્વિનની જાન ઓસ્ટ્રેલિયાથી આવી હતી અને વરરાજાનું નામ દીપ છે. દીપ ગાર્વિનને છેલ્લા 1 વર્ષથી ઓળખે છે. ગાર્વિનના ટેલેન્ટ વિશે બહુ ખ્યાલ ન હતો પણ જ્યારે યુવતીએ ડ્રમ વગાડયો તો ત્યારે પોતે પણ ઝુમવા લાગ્યો હતો.  બાદમાં ગાર્વિન વિશે વધુ માહિતી મેળવી તો સૌરાષ્ટ્રની એકમાત્ર લેડી ડ્રમર અને દાંડિયા ક્વીન હોવાનું જાણવા મળતા ગૌરવ અનુભવ્યું હતું.

ધોરાજીમાં રહેતી ગાર્વિન છેલ્લા 20 વર્ષથી અર્વાચીન ગરબા રમે છે. તેણે ધોરાજી, જૂનાગઢ, જેતપુર, ગોંડલ, પોરબંદર અને રાજકોટમાં નવરાત્રિ દરમિયાન 400થી વધુ ટ્રોફીઓ અને લાખોના ઈનામો મેળવેલા છે. ગાર્વિન એ પોતાની આવડત થી ગરબામાં પ્રથમ નંબર મેળવે છે અને તે 15 વર્ષથી  રાજકોટ ગરબા રમવા જાય છે અને  તે એક ડીજે પ્લેયર પણ છે અને તેની બહેન લિઝા પટેલ પણ ખૂબ જ સારી ડ્રમર છે. બંને બહેનો એ લગ્નમાં ડ્રમ વગાડીને સૌકોઈની મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!