જામનગરમાં યોજાયેલ લોકડાયરમાં નોટોનો થયો વરસાદ! સ્ટેજ આખું પૈસાથી ભરાઈ ગયું…
હાલમાં જામનગર શહેરમાં યોજાયેલ લોકડાયરમાં પૈસાનો ધોધમાર વરસાદ થયેલ. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આ લોક ડાયરામાં ક્યાં ક્યાં કલાકારોએ સંગીતની રમઝટ બોલાવી છે, તેમજ આ લોકડાયરાનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં યોજાયેલ ભાગવત સપ્તાહના અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાયેલ જેમાં સપ્તાહના અંતિમ દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ભાઈ ગઢવી અને માયાભાઈ આહીર કે જે બન્નેની જોડીએ લોકોને મંત્રમુગ્ધ કરી દિધા હતા. આ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત બિલ્ડરો અને અગ્રણીઓ તેમજ ઉધોગપતિઓ એ ચલણી નોટોનો વરસાદકરી દીધો હતો.

હવે વિચાર કરો કે જ્યાં નોટોનો ધોધમાર વરસાદ થયો એ સ્થળનું વાતાવરણ કેવું હશે? ખરેખર તમે વિડીયોમાં પણ જોઈ શકશો કે, સમગ્ર સ્ટેજ તથા આસપાસનું પરિસર ચલણી નોટોથી જ છવાઇ ગયું હતું. નીચેની લાલ જાજમ પણ દેખાવાની બંધ થઈ હતી.

આ પહેલા જ બે દિવસ પહેલાના કિર્તીદાન ભાઈ ગઢવીના રાત્રિ કાર્યક્રમના નોટોના વરસાદના પણ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ચલણી નોટોની પાછળ કલાકારો પણ સ્પષ્ટ દેખાઇ શક્યા ન હતા. મહેમાનો કાર્યક્રમ નીહાળીને એવા રિઝયા હતા કે, 10-20- 50 અને 100ના બંડલો તો ખૂબ જ ઓછા જોવા મળતા હતા, પરંતુ સૌથી વધુ 500 રૂપિયાની ચલણી નોટોના નવા બંડલ ઉડયા હતા.
સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા રાજપુત અગ્રણીઓ દ્વારા ગુલાબી નોટના બંડલો પણ ઉડાડવાના શરૂ કરી દીધા હતા. એટલું જ માત્ર નહીં કેટલાક વિદેશી મહેમાનો પણ આવ્યા હતા અને તેઓએ ડોલર પાઉન્ડ સહિતના અનેક ચલણી નોટોના બંડલોનો પણ વરસાદ કર્યો હતો. એકત્ર થયેલી ચલણી નોટો કે જેને ગણવા વાળી ટીમ હકીકતમાં થાકી ગઈ હતી અને ચલણી નોટોનો જથ્થો કોથળામાં ભરી એકત્ર કરીને એકબાજુએ મૂકવાનો વારો આવ્યો હતો.
