Viral video

ખજુરભાઈ એ વિડીઓ મુકી હાથ જોડી દરેક લોકોને શુ વિનંતી કરી?? ખરખેર આવુ કામ કોઈએ પહેલા નહી કર્યુ હોય…

ગુજરાતમાં સેવારૂપી ભગીરથ કાર્ય જોઈ કોઈ રહ્યું છે, તો તે વ્યક્તિ છે ખજૂરભાઈ! કોરાનાકાળ અને ત્યારબાદ વાવાઝોડા દરમીયાન ખજૂરભાઈ એ સેવાની કામગીરી શરૂ કરી હતી જે હવે અવિરતપણે ચાલુ છે. ખજૂર ભાઈ પહેલા એ કલાકાર છે, જે આવી રીતે કરોડો રૂપિયા નિઃસ્વાર્થ ભાવે ખર્ચી રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોની પડખે રહીને તેમના જીવનને ઉજ્જવળ બનાવી રહ્યા છે. હાલમાં જ ખજૂરભાઈ એ 200 ઘર બનાવની ઉજવણી દુબઈમાં કરી હતી.

આ ઉજવણીમાં પણ તેમને લોકોનું દિલ જીતી લીધું હતું કારણ કે, ખજૂર ભાઈ તેમની સાથે તેમની ટીમના દરેક લોકોને સ્વખર્ચે લઈ ગયેલ. તેમની સાથે કામ કરતા દરેક લોકોનાં જીવનને વૈભવશાળી બનાવ્યું છે. હાલમાં જ ખજૂરભાઈની સેવાકીય કામગીરી બદલ સ્વામિનારાયણ મંદિર તરફથી 2.5 લાખ રુપિયા અનુદાન આપવામાં આવ્યું હતું. આ વાત પરથી એ તો કહી શકાય કે ખજૂરભાઈ દરેક લોકોનું દિલ પોતાની સેવાકીય કામગીરી થી જીતી લીધું છે.

ચાલો ત્યારે જાણીએ કે ફરી એકવાર ખજૂરભાઈ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય કંઈ રીતે બન્યા છે. આપણે જાણીએ છે કે કોઇપણ વ્યક્તિની સેવા કરવા માટે ખજૂર ભાઈ તૈયાર જ રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં તેમને હાથ જોડીને વિનંતી કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને આ વિડીયોમાં તે ખૂબ જ મહત્વની વાત કરી રહ્યા છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ઉનાળાની ઋતુમાં સૌ કોઈ કાળઝાળ ગરમીથી હેરાન થઇ ગયા છે. ગરમીના લીધે થતી બીમારીનો પણ ભોગ બની રહ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ખજૂર ભાઈ આ સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે આગળ આવ્યા છે. કહેવાય છે ને કે ભગવાને જો તમને કંઈ આપ્યું છે તો એનાથી ગણું તમે બીજાને આપશો તો ભગવાન તમારૂ આપોઆપ પૂરું તો કરશે પરતું સમય આવતા બમણું આ આપશે.

ગરમી થી બચાવવા માટે ખજૂરભાઈ એ ખૂબ જ અનોખી સેવા શરૂ કરી છે. હાલમા જ ખજૂર ભાઈએ પોતાના સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે અને તે સાથે વાત જણાવીએ છે કે, ગુજરાત મા કાળઝાળ ગરમી ને ધ્યાન મા રાખી ને, જે વ્યક્તિ પથારીવશ છે, જે વ્યક્તિ પેરેલાઈઝ છે એમના માટે કુલર ની વ્યવસ્થા કરીયે છીએ. ખરેખર આ કામગીરી ખૂબ જ ઉમદા છે અને આ સેવાકાર્યમાં સૌ કોઈ સાથ આપવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!