લગ્ન ના 7 વર્ષ પુરા થતા ગીતાબેન રબારી એ આવી રીતે પતિ ને શુભેચ્છા આપી ! જુવો ખાસ તસ્વીરો
હાલમાં જ્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અનેક કલાકારો એ પણ પ્રભુતામાં પગલા માંડ્યા છે. ત્યારે હાલમાં જ થોડા દિવસો પહેલા લોકપ્રિય ગાયિકા કિંજલ દવે એ પોતાની સગાઈની એનવર્સી સેલીબ્રેટ કરી હતી અને એક યાદગાર વીડિયો બનાવીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો. આપણે જાણીએ છે કે, ગુજરાતમાં લોકપ્રિય ગાયિકમાં કિંજલ અને ગીતાબેન રબારીનું નામ મોખરે છે. આ બંને ગાયિકા એક બીજાની હરીફ નહીં પરંતુ મિત્ર પણ છે.

હાલમાં જ્યારે કિંજલ દવે પોતાની સગાઈની વર્ષગાંઠની ઉજવણી કરી છે, ત્યારે ગઈકાલના રોજ ગીતાબેન રબારી એ પણ પોતાના સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા તેમના પતિ પૃથ્વી રબારી ને આપી છે. ગીતાબેન એ પૃથ્વી સાથેની યાદગાર તસ્વીરો શેર કરી છે, તેમજ આ ફોટોઝ સાથે ગીતાબેન એ પોતાના પતિ માટે એક ખાસ સંદેશ લખ્યો છે.

અત્યાર સુધી આપણે સૌ કોઈને એજ વાતની ખબર હતી કે, પૃથ્વી એ ગીતાબેન રબારી ભાવિ પતિ છે, પરતું હવે જ્યારે ગીતાબેન રબારીએ પોતાના લગ્નની 7મી વર્ષગાંઠ વિશે માહિતી આપી છે, ત્યારે એ વાત પરથી કહી શકાય કે, પૃથ્વી અને ગીતાબેન રબારી પતિપત્નીના પવિત્ર બંધન સાથે પહેલે થી જ બંધાયેલ છે. આ પોસ્ટ મુકતાની સાથે સૌ કોઈ કલાકારો અને ચાહકગણો એ તેમને શુભેચ્છાઓ પાઠવેલ.

સોશિયલ મીડિયામાં ગીતાબેન પોતાના પતિને શુભેચ્છા પાઠવતી વખતે ઇન્સ્ટાગ્રામમાં મુકેલ પોસ્ટમાં કૅપશનમાં લખ્યું કે,Thanks for making my life better and happier than ever before, and I love you beyond words. Happy 7th Marraige Anniversary, my dear husband. Pruthvi Rabari આ પ્રેમાળ ભર્યા શબ્દો ગીતાબેનના ચાહકોનાં હદયમાં સ્પર્શ થઈ ગયા હશે.

ગીતાબેનનાં દરેક વિદેશ પ્રવાસમાં ગીતાબેન રબારી હંમેશા સાથે જ રહે છે અને અવારનવાર બંને એકબીજાની તસ્વીરો પણ શેર કરતા રહે છે, હજુ તો તેમના ચાહકોને આ બંનેને નવયુગલનાં રૂપમાં જોવા જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હશે.
