ગ્રીષ્મા ને તો ન્યાય મળી ગયો ! આ સૃષ્ટી ને ક્યારે ન્યાય મળશે ?? આ પરીવાર ન્યાય માટે ઝંખી રહ્યો છે…
ખરેખર ગુજરાતમાં અનેક દીકરીઓ અને મહિલાઓ સાથે એવી ગંભીર ઘટના ઘટી છે, જેના માટે હજું પણ ન્યાયની પુકારો ગુંજી રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ સુરતની દીકરી ગ્રીષ્માને ન્યાય મળી ગયો છે અને ફેનીલને ફાંસીની સજા આપવામાં આવી છે, ત્યારે હવે જેતપુર તાલુકાના જેતલસર ગામના પરિવારે પોતાની દીકરી માટે ન્યાયની માગણી કરી છે. ખરેખર આ માંગણીને સ્વીકારવી જ જોઈએ કારણ કે, દરેક દીકરીને ન્યાય મળવો જોઈએ.
ચાલો અમી આપણે જણાવીએ કે કોણ છે સૃષ્ટિ જેની સાથે ગ્રીષ્મા જેવી ઘટના ઘટી હતી. આ ઘટના અંગે આપણે વિસ્તુત માહિતી જણાવીએ કે કંઈ રીતે અને શું બનાવ બન્યો હતો કે હજુ સુધી એ દીકરીને ન્યાય નથી મળ્યો. વાત જાણે એમ છે કે,14 મહિના પહેલાં જેતલસરમાં જયેશ સરવૈયા નામના આરોપીએ ભરબપોરે સૃષ્ટિ રૈયાણીની હત્યા કરી હતી. સૃષ્ટિના ઘરમાં જ સૃષ્ટિને છરીના અનેક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી.
આ ઘટનાને એક વર્ષ અને બે મહિનાનો સમય થયો છે. આમ છતાં હજુ સુધી સૃષ્ટિને ન્યાય નથી મળ્યો. એક તરફ ગ્રીષ્માની જે રીતે હત્યા કરવામાં આવી એવી જ રીતે આ દીકરીની પણ હત્યા થઈ હોવા છતાં આ પરિવાર અને દીકરીને ન્યાય નથી મળ્યો જેતલસરની સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ મુદ્દે પણ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે. આરોપીએ મૃતક સૃષ્ટિના ભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો.
આ ઘટના અંગે જાણીએ તો એક તરફી પ્રેમમાં પાલગ યુવક સૃષ્ટિના ઘરે પહોંચ્યો હતો અને ક્રુરતાપૂર્વક સૃષ્ટિની હત્યા કરી હતી. જેતલસરમાં રહેતા સૃષ્ટિના પરિવારે કહ્યું કે, ગ્રીષ્મા હત્યા કેસમાં જો ઝડપી ચુકાદો આવી જતો હોય તો સૃષ્ટિની હત્યા મામલે કેમ નહીં? સૃષ્ટિના કેસમાં પણ આરોપીએ એક તરફી પ્રેમમાં હત્યા કરી છે, આમ છતાં હજુ સુધી કેમ ન્યાય નથી મળ્યો?
જેતલસરમાં સૃષ્ટિ રૈયાણી હત્યા મામલે પરિવારજનોને સાંત્વના આપવા અનેક રાજકીય આગેવાનો દોડી ગયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર.પાટીલ, પાટીદાર અગ્રણી નરેશ પટેલ, આ વિસ્તારના ધારાસભ્ય અને ત્યારના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડીય સહિતના, કોંગ્રેસ તથા આપના નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ નેતાઓએ સૃષ્ટિને ન્યાય અપાવવા માટેનું આશ્વાસન આપ્યું હતું, પરતું આટલા મહિના બાદ પણ ન્યાય મળ્યો નથી ત્યારે હવે સૃષ્ટિનો પરિવાર અને જેતલસર ગામના લોકો સૃષ્ટિને ન્યાય મળે તેની રાહ જોઇ રહ્યા છે.
