પતિએ બાળકોની સામે જ તેની માતાની ગોળી મારીને હત્યા કરી નાંખી કારણ કે,
પ્રેમ પ્રકરણને લઈને અનેક પ્રકારની ચોંકાવી દેનાર ઘટના બનતી હોય છે, ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે સુરત શહેરનાં એક યુવકે પોતાના પ્રેમ લગ્ન બાદ 7 વર્ષથી અલગ રહેતી પત્નીની બાળકોની સામે હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ચાલો આ ઘટના અંગે અમે આપને વિસ્તુત માહિતી જણાવીએ કે કંઈ રીતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરત શહેરમાં ખૂબ જ કરુણદાયક ઘટના બની ગઈ. યુવકે છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતે પોતાની પત્નીની ત્રણ ગોળી મારી હત્યા તેમના જ બાળકોની સામે કરી નાખતા ચકચાર મચ્યો છે.પતિની બિહારમાં પોલીસે દારૂના ગુનામાં ધરપકડ કરી હતી.
આ ઘટના 23 ફેબ્રુઆરીની મોડીરાત્રે અલગ રહેતી પત્ની ટીના પર પતિ અખીલેશકુમાર મૌલેશ્વરપ્રસાદ સીંગએ બાળકોની સામે જ ત્રણ ગોળી મારતા ટીનાને છાતી, પેટ, કોણી અને ઘૂંટણમાં ઇજા થઈ હતી. 16 વર્ષ અગાઉ પ્રેમલગ્ન બાદ સાત વર્ષથી પતિથી અલગ રહેતી ટીનાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી
. છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતે ટીના સાથે અવારનવાર ફોન પર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો અખીલેશ ફાયરીંગ કરી ફરાર થઈ જતા કતારગામ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ ટીનાનું ઘટનાના ત્રણ અઠવાડીયા બાદ ગત 17 માર્ચના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
