Gujarat

સાસુએ માં બનીને પુત્રવધૂને વિદાય આપી! કારણ જાણીને વાત હદયસ્પર્શી જશે..

સમાજમાં એક પ્રેરણાદાયી કિસ્સો બન્યો છે, જે દરેક વ્યક્તિઓના જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ શકવી શકે છે. આપણે જાણીએ છે કે, નાની વયે જ્યારે કોઈ સ્ત્રી વિધવા બની જાય છે, તો તેનું જીવન જાણે બેરંગ બની જાય છે પરતું આજના સમાજમાં આપણે ત્યાં વિધવા સ્ત્રીઓના જીવનને પણ ખૂશનુમા બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નવસારીમાં અનોખા લગ્ન યોજાયા.

વાત જાણે એમ છે કે, હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં સાસુએ વિધવા પુત્રવધૂના પુનઃલગ્ન કરાવી સમાજમાં દાખલો બેસાડ્યો. સમાજમાં સાસુ વહુના સંબંધને કડવાશ થી ભરપૂર રીતે જોવા મળે છે. ત્યારે ચાલો આ ઘટના અંગે વધુ વિસ્તુત માહિતી જાણીએ કે કંઈ રીતે સાસુમા એ પોતાની લાડકવાઈ વહુને પોતાના સસરિયાને પિયર બનાવીને વિદાય અપાવી.

ખરેખર સાસુએ પોતાની વહુના પ્રભુતામાં પગલા મંડાવી કરી અનોખી પહેલ અને સમાજમાં પોતાની વહુને ઘરમાં બેસાડી રાખ્યા વગર તેનો સંસાર મંડાય તે માટે સંદેશો આપ્યો છે.
દીકરાનું હદયરોગના કારણે નિધન થયું અને પુત્રવધુ અંગે સતટ ચિંતા થતી ભતી આજ કારણે તેને બીજે જગ્યાએ પરણવાનો વિચાર લાવી અને તેનો અમલ કરાવી સમાજમાં એક દાખલો બેસાડી દીધો છે. વહુને વહુ નહીં પરંતુ દીકરી માનવા માટે લોકોને પ્રેરણા આપી છે.

આ ઘટના અને વધુ માહિતી જાણીએ તો નવસારીના મૂળ ઘાંચી સમાજના જયાબેન અમૃતભાઈ ગાંધીની કે જેમનો દીકરો આજથી ત્રણ વર્ષ અગાઉ કોમ્પ્યુટર ક્લાસ ચલાવતી વખતે હદય રોગના હુમલાથી અવસાન પામ્યો હતો. ત્યારે તેમને એક નવ વર્ષનો દીકરો પણ હતો. જે આજે બાર વર્ષનો થયો છે. તેમ છતાં સ્વીટીબેન પોતાની સાસુ સસરા સાથે રહી પરિવારની સેવા કરતી હતી. આખરે પુત્રવધુને જોઈને સતત સાસુને ચિંતા થઈ કે દીકરીને કંઈ રીતે એકલવાયું જીવન જીવવા દેવાઈ.

આ કારણે તેમને સુરતના ઉધના ખાતે રહેતા દિવ્યેશ ભરૂચા નામના યુવક સાસુને પોતાની વહુ માટે પસંદ આવ્યો. દિવ્યેશની પત્ની અને માતા દોઢ વર્ષ અગાઉ કોરોનામાં અવસાન પામ્યા હતા. ત્યારે આ યુવાન સારી જગ્યાએ નોકરી કરતો હોય અને હાલમાં એકલો જ હતો. જેથી સાસુએ પોતાની વહુને આ યુવાન સાથે વાતચીત કરાવી, મુલાકાત કરાવી એકબીજાને બંનેએ પસંદકરતા સાસુએ પોતાની વહુના આજરોજ નવસારી શાકભાજી માર્કેટ સામે આવેલા વિષ્ણુ ભગવાન મંદિર ખાતે લગ્ન કરાવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!