રીક્ષા ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે થઈ ભારે ઝપાઝપી…વાત એટલી વધી ગઈ કે મારામારી પર ઉતરી આવ્યા…જુઓ આ વિડીયો
મિત્રો હાલના સમયમાં અનેક એવા બનાવો સામે આવી રહ્યા છે જેમાં કોઈ વખત કોઈ કારણોને લીધે પોલીસ અને સામાન્ય નાગરીકો વચ્ચે થોડી બોલાચાલી થઈ જતી હોય છે, પણ અમુક વખત આવી બોલાચાલી એટલું બધું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે કે વાત મારામારી સુધી આવી જતી હોય છે. એવામાં હાલ આ વિડીયો સામે આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે રીક્ષા ચાલકે ટ્રાફિક પોલીસને બે લાફા ઝીકી દીધા હતા.

જણાવી દઈએ કે આ વાયરલ થઈ રહેલો વિડીયો અમદાવાદના જમાલપુર વિસ્તારનો છે જ્યાં રીક્ષા ચાલકે ટ્રાફિક પોલીસને બે લાફા ઝીકી દીધા હતા જેથી પોલીસે આ યુવકની વિરુધ ગુનો નોંધીને તેની શોધ ખોળ શરુ કરી દીધી હતી. આ પેહલી એવી ઘટના નથી જેમાં ટ્રાફિક પોલીસ કે પોલીસ પર હુમલો થયો હોય, આની પેહલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકેલી છે.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પી.આઈ સોલંકી જણાવે છે કે આ વિડીયો અમારા વિસ્તારનો છે જ્યાં ટ્રાફિકમાં વાહન રોકવાને લીધે આવી બોલાચાલી થઈ હતી. હવે આ વિડીયોને ધ્યાનમાં રાખતા આરોપીની ધરપકડ કરવા માટેના પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે અને આ આરોપી વિરુધ કડકમાં કડક કાર્યવાહી થશે તેવી ખાતરી પી.આઈ સોલંકીએ આપી હતી.

વિડીયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા આ રીક્ષા ચાલકને રોકીને રાખવામાં આવેલો છે એવામાં આ ઝપાઝપી થવા લાગે છે અને અને આ શખ્સ ટ્રાફિક પોલીસને બે લાફા ઝીકી દે છે અને ગાળાગાળી કરવા લાગે છે, એટલું જ નહી વિડીયોમાં જોઈ શકાય છે કે આ શખ્સ ફોન પણ કોઈક સાથે વાત પણ કરી રહ્યો છે, આ પૂરી ઘટના વિડીયોમાં કેદ થઈ હતી.
View this post on Instagram
વિડીયોમાં જોઈ શકાય છે કે આ શખ્સના કપડા પણ ફાટી ગયા છે, હવે આ શખ્સે એવો પણ આરોપ લગાવ્યો છે કે ટ્રાફિક પોલીસ દ્વારા તેના ફોનને તોડીને કપડા ફાડી નાખવામાં આવ્યા છે. આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
