ઘર મા દીકરી નો જન્મ થતા પરીવાર એવી રીતે ઉજવણી કરી કે જાણે કોઈ તહેવાર હોય ! જુવો તસ્વીરો
દીકરી એ તો ઘરની.લક્ષ્મી કહેવાય અને આમ પણ કહેવાય છે ને કે, જ્યારે ઘરમાં લક્ષ્મી પધારતા હોય તો તેનું સ્વાગત તો ખૂબ જ ધામધૂમથી થતું હોય છે. ત્યારે હાલમાં જ એક પરિવારમાં દીકરીનું એવી સ્વાગત કર્યું કે જોનારાઓની તો આંખો જ પહોળી થઈ ગઈ. આવું દ્ર્શ્ય આજ સુધી સમાજમાં ભાગ્યે જ કોઈ જોયું હશે. ખરેખર આવી ઘટનાઓ દીકરીનું મહત્વ સમાજમાં વધારે છે. જો દીકરા જન્મમાં આપણે હર્ષભેર સાથે ઉજવણી કરતા હોય છીએ તો દિકરીમાં કોઈ કચાશ કેમ રહેવી જોઈએ?

આ કચાશને દૂર કરી છે અમદાવાદના અસાણી પરિવારે! આ સમાજમાં ઘણા એવો લોકો છે જે દીકરીઓને દીકરા થી વિશેષ ગણે છે, જ્યારે અસાની પરિવારે સમાજ માટે એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કારણ કે ભાગ્યે જ આવું દ્ર્શ્ય બન્યું છે. આ ઘટના અંગે વિશે અમે આપને વધુ માહિતી આપીએ તો તમને પણ આશ્ચય થશે કે ખરેખર કોઈ આવી રીતે પણ પોતાની દીકરીનું સ્વાગત કરી શકવા છે.

અસાની પરિવારના લોકોએ તેમના ઘરે દીકરીનો જન્મ થયો એટલે તેને હોસ્પિટલમાંથી ઘોડા ગાડીમાં બેસાડીને ઘરે પરત લાવ્યા હતા, આ દીકરીને ઘોડા ગાડીમાં બેસાડીને તેને ઘરે ભવ્ય રીતે ઢોલ નગારાં સાથે લાવવામાં આવી હતી.આ નવજાત દીકરીને ઘરે લાવીને પરિવારના બધા લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા અને દીકરીને કુમકુમ પગલાં પડાવીને તેનો ગૃહપ્રવેશ કરાવ્યો હતો.

જ્યારે આ પરિવારને જાણ થઈ કે તેમને ત્યાં દીકરીનો જન્મ થયો છે, ત્યારે તેમના હરખનો પાર નોહતો રહ્યો. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે. ઘરમાં દીકરીનો જન્મ થયો એટલે તેમને ખુશ થઈને પરિવારમાં મીઠાઈઓ વહેંચી હતી અમે લાડકી દીકરીનું ભવ્ય સ્વાગત કર્યું હતુંમ ખોખરાની સરકારી હોસ્પિટલ રુક્મણીબેન હોસ્પિટલથી હાટકેશ્વરના વૃંદાવન અપાર્ટમેન્ટ સુધી વાજતે ગાજતે આ દીકરીને ઘોડા ગાડીમાં બેસાડીને લાવવામાં આવી હતી,આ દીકરીને પરિવારના લોકોએ ઘરે લાવવા સમયે રસ્તાઓ પર પણ ગુલાબના ફૂલોનો વરસાદ કર્યો હતો.
