Gujarat

અમદાવાદથી થોડા જ અંતરે આવેલું છે મનને શાંતિ આપે તેવું અદ્ભૂત સ્થળ ! જાણો આ ખાસ સ્થળ વિશે

આવી કાળઝાળ ગરમીમાં માણસને એમ થાય કે ઘરમાં જ પંખો કે એસી કરીને બેઠા રહી અને એક તરફ વેકેશનનો ગાળો હોવાને કારણે મનોમન એમ પણ થાય કે ક્યાંક પરિવાર સાથે ફરવા પણ જઈએ પરતું આવી ગરમીમાં ક્યાં જવું? તો ચાલો અમે આપને એક એવી ફરવાલાયક જગ્યા વિશે જણાવીએ જે ધાર્મિક સ્થાન તો છે પરંતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર અને આવી કાળઝાળ ગરમીમાં તમને શીતળતા મળશે જે તમને ઘરના એસી અને પંખાની હવા ને ભુલાવી દેશે.

ખાસ કરીને અમદાવાદવાદમાં વધુ ગરમી પડી રહી છે, ત્યારે અમદાવાદીઓ માટે તો આ જગ્યા ખૂબ જ નજીક છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામ પાસે આવેલાં કંથાપુર ગામમાં મહાકાય વડ આવેલ છે. આ વડ 500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. લોકો તેને મીની કબીર વડપણ કહે છે. સરકારે આ સ્થળનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે.

હાલમાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ કહ્યું કે,, “પ્રાથમિક તબક્કે અહીં નયનરમ્ય લેન્ડસ્કેપિંગ, ધ્યાન-યોગ માટેની જગ્યા, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સ્થળ હજી વિકસી રહ્યું છે. ક્યારેક સમય કાઢીને મુલાકાત જરૂર લેજો.”

તમે પણ પરિવાર સાથે અહીં વન ડે પીકનીક પ્લાન કરજો કારણ કે અહીં મીની કબીર વડ નીચે એક મંદિર પણ આવેલું છે. આ મંદિરમાં મહાકાળી માતા બીરાજે છે. હાલમાં જ સરકારે 10 કરોડથી વધારેના ખર્ચે આ સ્થળનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે. આ વડ એટલો ઘટાટોપ છે કે તેની વડવાઈઓ અને ડાળીએ અડધા એકર વિસ્તારમાં ફેલાયેલી છે. આ સ્થળને 2006ના વર્ષમાં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

ખાસ વાત એ છે કે, અહીંયા દર વર્ષે નવરાત્રીમાં લોકમેળો ભરાય છે. અહીં મહાકાળીનું મંદિર હોવાથી તેમજ સ્થળ આહલાદક હોવાથી અહીં દર વર્ષે પ્રવાસીઓ આવતા રહે છે. એક અંદાજ પ્રમાણે આ સ્થળના વિકાસ માટે 14.96 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.એક અહેવાલ પ્રમાણે પ્રથમ તબક્કામાં વિકાસ પાછળ છ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેમાં લેન્ડસ્કેપિંગ, મેડિટેશન માટેની જગ્યા, એક્ઝિબિશન હોલ વગેરે બનાવવામાં આવશે. તમે પણ પરિવાર સાથે આ સ્થળ અચૂક પધાર જો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!