ખુબ ચર્ચિત શિવાંશ કેસ મા શિવાંશ ને મળ્યા નવા મમ્મી પપ્પા! જાણો કોણે લીધી આ બાળક ની જવાબદારીઓ…
વર્ષ 2021માં બનેલી ઘટના વિશે સૌ કોઈને યાદ છે, જ્યારે અમદાવાદનાં સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા માંથી એક નાનો એવો બાળક મળી આવ્યો હતો!આ બાળકનું તેજ અને તેનું સ્મિત જોઈને લોકો ને પણ વિચાર આવતો હતો કે, આખરે કોણ હશે એવા નિર્દય મા બાપ જે આમ પોતાના દીકરાને તરછોડી દીધો! આ ઘટનાની જાણ સોશિયલ મીડિયામાં થતા જ દરેક ગુજરાતીઓએ આ બાળકના માતા પિતા શોધવા માટે ભલામણ કરી હતી.
ગુજરાતની પોલીસ સોશિયલ મીડિયાનો સહારો લીધો આ બાળકને શોધવા માટે અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી પણ આગળ આવ્યા અને આ બાળકના માતાપિતાને શોધવા અંગે તાત્કાલિક પગલાં લીધા અને ત્યારબાફ આખરે જાણવા મળ્યું કે આ બાળકનું નામ શિવાંશ છે અને બસ પછી તો આ ઘટના પાછળ એક એવા અનેક રહસ્યો ખુલ્યા કે ગુજરાત અને ભારતભરમાં આ કેસ વિશે ચર્ચાઓ થવા લાગી.
શિવાંશનાં પિતાએ બાળકની માની હત્યા કરી તેની લાશને રૂમમાં જ રાખીને પોતાના દીકરાને સાથે લઈ જવાની બદલે તેને મંદિરની ગૌશાળામાં મૂકી દીધો અને ત્યારબાદ પોલીસે આરોપીને પકડી પડ્યો અને આખરે હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ત્યારબાદ હવે શિવાંશનિ કસ્ટડી તેમના દાદાને આપવાનું વિચારેલ પણ તેમને અસ્વીકાર કર્યો ઍટલે બાળકને સંભાળ ગૃહમાં રાખવામાં આવેલ.
સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી દ્વારા બાળક ને દત્તક લેવા ની કામગીરી શરુ કરવામાં આવી હતી. હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે આ નાના બાળકને માતા-પિતા મળી ગયા છે. મધ્ય ગુજરાત માં રહેતા એક દંપતી દ્વારા શિવાંશ ને દત્તક લેવામાં આવ્યો છે. ખરેખર આખરે આ બાળકને માતાપિતા મળતા હવે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બની જશે.
આ દત્તક લેનાર દંપતી ને હાલ માં માત્ર એક દીકરી જ છે અને આર્થિક રીતે સદ્ધર પણ છે. આ દંપતીએ બાળક ને દત્તક લેવા માટે ત્રણ વર્ષ પહેલાં જ અરજી કરી હતી.ન મંજૂરી મળ્યા બાદ શિવાંશ ને નવા માતા-પિતા મળ્યા છે અને ખરેખર હવે આ બાળકને એક નવું જીવન મળ્યું છે. તેના સાથે જે થયું એ ભવિષ્યમાં ક્યારેય તેને યાદ નહીં રહે. આખરે આ માટે પિતા દ્વારા શીવાંશને ખૂબ જ લાડ લડાવવામાં આવશે.
