યુવકના એક તરફી પ્રેમનાં લીધે 17 વર્ષની દીકરીએ મોતને વ્હાલું કર્યું! યુવકના માતા પિતા એ પણ એવું કર્યું કે..
એક તરફી પ્રેમના લીધે અનેક દુઃખ ઘટનાઓ બની રહી છે, ત્યારે હાલમાં જ 17 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના અંગે વધુ માહિતી જાણીએ તો કપડવંજની સત્તર વર્ષીય કિશોરીએ ગત 7 મેના રોજ સવારે 10:15 કલાકના અરસામાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ હાથ ધરી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હવે 7 દિવસ બાદ દીકરીની માતાએ પડોશીઓના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આ કારણે પાડોશમાં રહેતા અને તેમના જ સમાજના ભરતભાઈ મકવાણા, તેમનાં પત્ની જયશ્રીબેન, દીકરો આકાશ અને હિમાશું વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૃતક કિશોરીની માતાએ જણાવ્યું છે કે મારી દીકરીએ ધો. 10 પછી અભ્યાસ છોડી દીધો હતો. વર્ષ 2021નાં યુવક યુવતીની સામે ખરાબ નજરે જોઈ લગ્ન કરવા અંગે હેરાન કરતો હતો. યુવકના માતા પિતાએ કહેલું કે તમારી દીકરીને મારા દીકરા સાથે જ પરણાવવી પડશે, ગમે ત્યાં પરણાવશો તો તેને ચેનથી જીવવા નહીં દઈએ.
યુવતીએ એકતરફી પ્રેમમાં પાગલ યુવક અને તેનાં પરિવારજનોના માનસિક ત્રાસથી દીકરી એટલી તો કંટાળી ગઈ હતી કે તેણે આખરે આ દુનિયાને અલવિદા કરવાનું નક્કી કર્યું.7 મેના રોજ સવારે માતા તેના ભાઈના સર્ટિ. લેવા માટે શાળાએ ગઈ.એ સમયે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતીપોલીસે પાડોશી સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવથી દીકરીની માતા આઘાતમાં સરી ગયાં હતાં.
પીડિતાને પડોશી પરિવારજનોનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો કે તેઓ ઘર છોડી ભાડે રહેવા ગયાં હતાં. તેમ છતાં પડોશી યુવકે ફેક આઇડી બનાવી ધમકી આપી, એને કારણે દીકરીએ આત્મહત્યા કરી લીધી હતી.
