સસરા એ પીતા બનીને પુત્રવધુનું કન્યાદાન કર્યું! કરીયાવરમાં એવી વસ્તુ આપી કે, એ પિતા પણ ન આપી શકે.
હાલમાં સમાજમાં અનેક પ્રકારના બનાવ બને છે, જે ખૂબ જ પ્રેરણાદાયક હોય છે. ખાસ કરીને હાલમાં જ મધ્યપ્રદેશમાં એક એવો કિસ્સો બન્યો જેને સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. કહેવાય છે ને કે, જીવનમાં દરેક માતા પિતા પોતાની લાડકવાઈ દીકરીનાં લગ્ન ધામધૂમથી કરે છે પરંતુ તમે એવું ક્યાંય સાંભળ્યું છે કે, કોઈ પોતાની પુત્રવધૂને લગ્ન ધામધૂમથી કરે!

મધ્યપ્રદેશના એક પરિવારે પોતાની લાડકવાઈ પુત્રવધુના લગ્ન કરાવ્યા. વાત જાણે એમ છે કે કોરોના કાળમાં પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો હતો. નાની ઉંમરે વિધવા થયેલ પુત્ર વધુનું દુઃખ પરિવાર જોઈ નાં શક્યું અને આ જ કારણે સસરાએ પુત્રવધૂને દીકરીની જેમ રાખી હતી અને એક વર્ષ પછી તેણે ફરીથી તેના લગ્ન કરાવ્યા. સૌથી ખાસ વાત એ કે માતાપિતા જે રીતે પોતાની દીકરીને કરીયાવારમાં ભેટ સોંગાદ આપતા હોય છે પરંતુ આ પરિવાર એ પુત્રવધુને ગિફ્ટમાં બંગલો પણ આપ્યો હતો.

ધાર શહેરના રહેવાસી યુગ તિવારીએ પોતાની વિધવા વહુ રિચા તિવારીના લગ્ન નાગપુરના રહેવાસી વરુણ મિશ્રા સાથે અક્ષય તૃતીયા પર કરાવ્યા હતા. વાત જાણે એમ છે કે આજ થી એક વર્ષ પહેલાં દીકરાનું નિધન થયું હતું. આ કારણે પુત્રવધૂને નવો જીવન સાથી સસરાએ શોધી આપ્યો જે હોસ્ટેલ સંચાલક અને પ્રોપર્ટી બ્રોકર છે.

યુવતીના સસરા નિવૃત્ત SBI AGMછે. પ્રિયાંક ભોપાલની નેટલિંક કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર હતો અને તેની પોસ્ટિંગ ભોપાલમાં જ થઈ હતી. વર્ષ 2013-14માં તેમને પ્રિયાંકના મૃત્યુ બાદ કંપનીએ આ જોબ તેની પત્ની રિચાને આપી દીધી હતી. સસરા એ રિચા જે દીકરીની જેમ સાચવી અને આખરે એને દીકરીની જેમ પોતાના ઘરેથી વિદાય આપી.

રિચાના માતા-પિતા સાથે આ અંગે વાત કરી અને તેમની સહમતીથી સાસરીયાઓએ માતા-પિતા બનીને વહુની વિદાય કરાવી. તિવારી પરિવારે પોતાની પુત્રવધૂ કન્યાદાનના લગ્ન સહિત દરેક વિધિ જાતે જ કરી હતી. લગ્નનો આખો ખર્ચ પણ તેમણે જાતે જ ઉપાડી લીધો હતો અને વહુને પૂરા ધામધૂમથી વિદાય આપી હતી.નાગપુરમાં તેમના પુત્ર પ્રિયાંકે જે બંગલો ખરીદ્યો હતો. તે બંગલો પણ તેણે પોતાની વહુને આપ્યો હતો.
