Gujarat

કન્યાને લીધા વગર જ વરરાજા લીલા તોરણે જાન પાછી વાળી કારણ કે, વરરાજની ઈચ્છા હતી કે..

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હાલમાં જ એક જિદ્દી વરરાજાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના અંગે જાણીને તમે પણ ચોંકી જશો કે, ખરેખર કોઈ આવી નાની એવી વાતમાં આવું કરી શકે! તમે ટાઈટલ વાંચ્યું એટલે ખબર પડી જ ગઈ હશે કે કંઈ રીતે વરરાજા એ વિદાય સમયે પોતાની પત્નીને લીધા વગર જ ચાલ્યો ગયો. હવે તમે પણ વિચારશો કે આવું શા માટે બન્યું હશે!

ચાલો આ ઘટના વિશે વધુ માહિતી મેળવીએ. આ ઘટના બની છે આણંદના નાપાડ વાંટામાં! હાલમાં દરેક જગ્યાએ આ વાતની જ ચર્ચાઓ થઈ રહી છે. એક પિતા એ વ્હાલસોયી દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા અને આખરે વિદાયનું ટાણું પણ આવ્યું પરતું બન્યું એવું કે, વરરાજાએ વિદાય સમયે તેમની લક્ઝુરિયસ બીએમડબલ્યુ કાર મંડપ સુધી બોલાવી હતી પરંતુ ત્યાં સુધી રસ્તાની અગવડતા ને લીધે કાર નોહતી આવી શકતી આ કારણે વરરા પિત્તો ગુમાવ્યો હતો.

વરરાજાએ નાના છોકરાની જેમ જિદ્દ કરી હતી અને ત્યાં હાજર સૌ કોઈ સભ્યો પણ વરરાજાના આવા વ્યવહાર થી ચોકી ગયેલ. વરરાજાએ શરમ અને ઈજ્જત ને નેવે મૂકીને કન્યા વિદાય સમયે જ કન્યાને છોડીને ચાલ્યો ગયો હતો. આ ઘટનાને કારણે વડીલો એ વરરાજાને વાળવા પ્રયત્ન કર્યો છતાં વરરાજા ટસના મસ થયા નહોતા. જોકે, બે દિવસથી સમાજના અગ્રણીઓ દ્વારા વરપક્ષને સમજાવટનો પ્રયત્ન ચાલી રહ્યાં છે.

મંડપે જવાનો રસ્તો સાંકડો કે ઉબળખાબળ હોવાથી વરરાજાની કાર પહોંચી શકે તેમ ન હોવાનું ડ્રાઇવરે મત વ્યક્ત કર્યો હતો. જેને લઈ સ્થાનિકો અને વરપક્ષ વચ્ચે ગજગ્રાહ થયો હતો.જેમાં વરરાજાનો અહમ ઘવાવાથી તે નવવધૂને લીધા વિના જ જાન લઈ પરત ફર્યો છે. આ કારણે કન્યાની વિદાઈની પરંપરા અટકી છે.

વરરાજાએ રાજહઠ પકડી કાર મંડપ સુધી કેમ ન આવે ? આખરે મિજાજ ગુમાવનાર વરરાજા કન્યાને ત્યાંજ છોડીને ચાલતી પકડી અને કન્યાને લીધા વગર જ જાન લીલા તોરણે પાછી ફરી હતી. આ સમગ્ર મામલે પંથકમાં ચકચાર વ્યાપી છે.હાલ આ મામલો જય ભારતી ફાઉન્ડેશન સુધી પહોંચ્યો છે.પિતા ન હોવાથી ભાઈએ જ બહેનના લગ્ન ધામધૂમ પૂર્વક કરવાની જવાબદારી ઉપાડી હતી. આથી, તેણે તેની જમીન પણ ગીરવે મુકી હતી અને તમાકુના પૈસા આવતા કરિયાવર સહિત અન્ય વ્યવસ્થાઓ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!