લગ્ન પ્રસંગ માતમ મા ફેરવાયો ! પુત્ર ની જાન માંડવે પહોંચે એ પહેલા જ વરરાજાની માતા….
હાલમાં જ પાટણ શહેરના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ખૂબ જ દુખદાયી ઘટના બની. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જે ઘરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો હતો એ ઘરમાં મોતનો માતમ છવાઈ ગયો. જે માતા પોતાના દીકરાની વહુ લેવા જવા માટે આતુર હતી એજ માનું પુત્રની જાન નીકળવાની તૈયારી હતી તે પહેલામાતાને પંખામાં વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.
આ ઘટના અંગે વધુ વિગતવાત વાત કરીએ તો જાણવા મળ્યું હતું કે, ભાનુભાઈ પરમારના પુત્ર અજય પરમારના લગ્ન હતા. આજના દિવસે જ દીકરાની જાન પરણવા જવાની હતી. સૌ કોઈ દીકરાની જાનની લઈ જવાની તૈયારીમાં હતા આજ દરમિયાન વહેલી સવારે અજયના માતા ધનીબેન પણ જરુરી તૈયારી કરી રહ્યા હતા. કાળ એવો ઘટ્યો કે લગ્ન માટેના મંડપમાં રાખેલા પંખાને અડી જતા વીજશોક લાગ્યો હતો.
વિજ શોક લાગતા જ ધનીબેનને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામા આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. આ દુઃખ ઘટનાને લીધે દીકરાના લગ્ન અધૂરા નાં રહે તે માટે થઈને દીકરાને માતાના મુત્યુ અંગે જાણ નોહતી કરવામાં આવી. દીકરાને કહ્યું કે માતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને પરિવારના કેટલાક સભ્યોએ હાજર રહી સાદગીથી લગ્નવિધિ પૂર્ણ કર્યા હતા.
દીકરાના લગ્ન સાદગી રીતે પૂર્ણ કરીને જ્યારે જાન ઘર આંગણે આવી ત્યારે અજય તેના ઘરે પહોંચતા જ તેના માતાના મોતની જાણ થઈ હતી. ત્યારે એક પળમાં વરરાજા અને નવવધૂના ખુશીના પ્રસંગ શોકમય વાતાવરણ છવાઇ ગયુ હતું. ખરેખર આ ઘટનાને લીધે એક દીકરાની અને માની ઈચ્છા અધુરી જ રહી ગઈ.ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
