વોટ્સએપ મા ધુમ મચાવી રહ્યુ છે હાલ આ ગુજરાતી ફીલ્મ નુ ટ્રેલર ! ખરખેર આ ફીલ્મ બનાવવા માટે ખેડુતે જમીન વેંચી 35 લાખે ફીલ્મ બનાવી…
હાલમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મનું ટ્રેલર ધુમ મચાવી રહ્યુ છે ! ખરખેર આ ફીલ્મ બનાવવા માટે ખેડુતે જમીન વેંચી 35 લાખનાં ખર્ચે ગુજરાતી ફિલ્મ બનાવી. કહેવાય છે ને કે જીવનમાં સપનાઓ પુરા કરવા માટે વ્યક્તિ કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. આજે આપણે એક એવા વ્યક્તિની બાત કરીશું કે, ઘડપણની ઉંમરે આવીને તેમને હીરો બનવાનાં અભરખા જાગ્યા! આખરે પોતાની જમીન વેચીને પણ તેમને ગુજરાતી ફિલ્મ બનાવી. આ જ ફિલ્મનું ટ્રેલર હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
ચાલો આ ખેડૂત વિશે જાણીએ! ખેતરમાં હળ ચલાવતા રઇજી ઠાકોરને અભિનેતા બનવાનો શોખ હતો અને આખરે તેમને બાળપણનું હીરો બનવાનું ભુત ફરી વળગ્યું અને ફિલ્મ બનાવી નાખી. ‘પવિત્ર પ્રેમ પુકારે નદી કિનારે’ આ જ ફિલ્મનું ટ્રેલર હાલમાં વાયરલ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં ફૂલ મોજ, મસ્તી અને ધમાલ છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને તમે હસવું નહીં રોકી શકો. ખરેખર આ ફિલ્મ જોવા જાવ કે નહીં પણ આ ટ્રેલર જરૂર જોજો.
સોશિયલ મીડિયામાં પણ ખુબ ‘પવિત્ર પ્રેમ પુકારે નદી કિનારે’ ફિલ્મના ડાયલોગ ચર્ચામાં છે. આ ફિલ્મ સિનેમા ઘરોમાં તો આવી પણ ત્યારે જ કેજીએફ પણ આવ્યું એટલે એક પળમાં આ ફિલ્મ સિનેમા ઘરમાંથી નીચે ઉતરી ગઈ પણ તેમનું સપનું પૂરું થયું. રઈજી ઠાકોરને તો જાણે વિક્રમ ઠાકોર બનવું હતું એટલે જ તેમને જમીન વેચી 35 લાખ ખર્ચી ફિલ્મ બનાવી અને લોકો મજાક ઉડાવી રહ્યા છે પણ જ્યારે રઈજી ઠાકોરના ભાઈ અને ગ્રામજનો હજૂ તેઓ ફિલ્મોમાં કામ કરે તેવું ઈચ્છી રહ્યા છે.
આ ફિલન બનાવ્યા પછી પણ હજુ આ ખેડૂત વધુ એક ફિલ્મ બનાવવા માંગે છે. આ ફિલ્મમાં 35 લાખમાંથી તેમને કેટલા ઉપજ્યા હશે એ તો કોઇ નહિ જાણતું હોય પરંતુ હવે જો તે ફિલ્મ બનાવશે તો રોડ પર આવવાનો વારો આવશે. આ ભાઈ ની ઘટના પરથી દરેક લોકોને એક સ્કારાત્મક સંદેશ મળે છે, જીવનમાં તમારા સ્વપ્ન સાકાર કરવા મહેનત કરો પરતું વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને!
