Gujarat

લગ્નના રંગ મા ભંગ પડ્યો! ભત્રીજા સાથે ઝઘડા બાદ કાકા એ આપઘાત કરી લીધો , જાણો વિગતે

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે લગ્નને લઈને અનેક પ્રકારના ખુશીઓના તો આઘાત જનક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવી દેનાર ઘટના બની. સૂત્ર દ્વારા જાણવા મળ્યુ હતું કે, અચાનક જ લગ્નના રંગ મા ભંગ પડ્યો! ભત્રીજા સાથે ઝઘડા બાદ કાકા એ આપઘાત કરી લીધો. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ.

આ ઘટના બની છે, કપરાડા તાલુકાના અંભેટી ગામમાં, જ્યાં વણઝર ફળિયામાં દીકરીના લગ્ન પ્રસંગની ગ્રહશાંતાક વિધી ચાલુ હતી અને આ વિધિના કન્યાના પિતા બેઠા હતા. આ દરમિયાન તેના પર જૂની અદાવતમાં તેના કાકાએ અચાનક કુહાડી વડે હુમલો કર્યો હતો અને જેના લીધે દીકરીના પિતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ.

જે ઘરમાં ખુશીઓનો માહોલ છવાયેલ હતો એ જ ઘરમાં એક જ પળમાં માતમ છવાઈ ગયો. સૌથી ખાસ વાત એ કે, કન્યાના પિતા પર હુમલો કર્યા પછી કાકાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. લગ્ન પસંગમાં અચાનક પરિવાર વચ્ચે અગાઉના ઝઘડાની અદાવતને લઇ માથા ફૂટતા આવી દુઃખદાયી ઘટના ઘટી.

આ બનાવનો ઘટનાક્રમ જાણીએ તો ગ્રહશાંતાક વિધિમાં નવીનભાઈ પટેલ બેઠા હતા. લગ્ન પ્રસંગમાં અભેટી ગામના વરરાજાની જાન આવવાની તૈયારી હતી. આ દરમિયાન શાંતાકમાં બેસેલા નવીન પટેલના કાકા પરાગભાઈ મછુભાઈ પટેલે અગાઉની જૂની અદાવતમાં આવેશમાં આવી જઈ સંતાડીને લાવેલી કુહાડીથી ભત્રીજાના માથા પર ઉપર છાપરી હુમલો કરતા નવીનભાઈ પટેલ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા.પોલીસે મારામારીની ઘટના અંગે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.

કન્યાના પિતા નવિનભાઇ અને કાકા પરાગ પટેલ વચ્ચે છેલ્લા ત્રણકે વર્ષથી કોટુંબિક જમીનની વહેંચણીને લઇ વિવાદ ચાલી આવ્યો હતો. જમીનના ઝઘડાના સમાધાન માટે ગ્રામ પંચાયત અને અગ્રણીઓની પંચ પણ ત્રણેક વખત મળી હતી. જોકે, આ મુદ્દે કોઇ સમાધાન થઇ શક્યું ન હતું.આખરે આ ઘટનાનું આવું ગંભીર પરિણામ આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!