India

આ મહિલા છેલ્લા 30 વર્ષ થી પુરુષ બની ને જીવન જીવી રહી છે કારણ જાણશો તો આંખ મા આસુ આવી જશે…

ભારત માં ઘણા બધા કુરિવાજો જોવા મળે છે. આજે વિશ્વ એકવીસમી સદી માં પહોંચી ગયું હોવા છતાં ભારત માં કેટલાક છેવાડા ના ગામો માં ખુબ જ અંધશ્રદ્ધા જોવા મળે છે. લોકો જૂની પુરાણ રિવાજો પ્રમાણે જીવન જીવે છે. એવી જ એક ઘટના તામિલનાડુ થી સામે આવી છે. જે ઘટના સાંભળતા આંખ માથી આંસુ આવી જાય એવી ઘટના છે. તામિલનાડુ માં રહેતા એક 57 વર્ષીય મહિલા ની આ કહાની સાંભળીને દયા આવી જાય. મહિલા એ પોતાની દીકરી માટે જે કર્યું તેને ધન્ય છે.

તામિલનાડુ ના થુથુકુડી માં રહેતી એસ.પેચિયામ્મલ નામની યુવતી ના લગ્ન ના ૧૫ મા દિવસે જ તેના પતી મૃત્યુ પામ્યા હતા. જયારે તેના લગ્ન થયા ત્યારે માત્ર તે ૨૦ વર્ષ ના જ હતા. તેઓ એ પતિના મૃત્યુ બાદ થોડાક જ સમય મા પુત્રી ને જન્મ આપ્યો. તે જે ગામમાં રહેતા હતા ત્યાં મહિલા ઓ માટે અમુક પ્રથા હતી એટલે કે આ ગામ પુરુષપ્રધાન હતું. પોતાની પુત્રી ના ભરણપોષણ માટે તેને કોઈ કામ કરવાની જરૂર લાગી તે ઘણા લોકો ને મળી પણ સ્ત્રી જાત હોય તે કોઈ અને કામ આપતું ન હતું.

આ બધી વાત થી પેચિયામ્મલ કંટાળી ગયા અને આખરે તેને એક નિર્યણ કર્યો. તેને નિર્ણય કર્યો કે તે હવે પુરુષ બનીને રહેશો. અને તેણે મંદિર મા જઈ ને પોતાના વાળ દાન કરી દીધા તે સાડી ની જગ્યા એ શર્ટ અને લુંગી પહેરવા લાગી. પેચિયામ્મલ એ પોતાનું નામ બદલીને મુથુ કરી નાખ્યું. તેના અમુક સગાવ્હાલા અને તેની પુત્રી ને જ આ વાત નો ખ્યાલ હતો અને તેમને આ રીતે ૩૦ વર્ષ વિતાવી દીધા હતા. તે જણાવે છે કે તેણે ચા બનાવી, મજુરી કામ કર્યું, અને એવા અનેક બીજા ઘણા કામો કર્યા જેથી તેની દીકરી ને જીવન મા ભણી ને ખુબ જ આગળ વધી શકે.

પેચિયામ્મલ ની હવે કામ કરાવા અક્ષમ થઇ હોય હવે તેણે સરકાર પાસેથી મનરેગા જોબ કાર્ડ મેળવ્યું છે. તેણે સરકાર પાસે અપીલ કરી કે હવે તે કામ કરવા સક્ષમ ન હોય તેને આ માટે અપીલ કરી છે. તેમનું કહેવું છે કે તેના પાસે ન તો હવે ઘર છે, ન તો સેવિંગ્સ અને ન તો વિધવા નું સર્ટિફિકેટ્સ છે. આમ આ મહિલા ને પોતાની દીકરી માટે જે કર્યું તેને ધન્ય છે. એક માં જ પોતાની દીકરી કે દીકરા માટે એવું કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!