અરે બાપરે આ આખલો તો જુવો! કારની એવી હાલત કરી નાખી કે કાર માલિકે માથે હાથ દઈ ને રોવાનો વારો આવ્યો, જુવો વિડીઓ
સોશિયલ મીડિયા પર હાલ અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અમુક લોકો ફેમસ થવા માટે સ્ટંટ કરીને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે જેથી તેઓ ફેમસ થઈ શકે છે. પણ હાલ તો પ્રાણી અને આખલાઓના વિડીયો ભારે વાયરલ થઈ રહ્યા છે જેમાં આખલાઓ ગુસ્સામાં કહેર વરસાવતા હોય છે. એવામાં આ લેખના માધ્યમથી અમે એક એવા જ વાયરલ વિડીયો બતાવના છીએ જેમાં આખલાએ આતંક મચાવ્યો છે.

મિત્રો હજી થોડા સમય પેહલા જ એક આખલાના વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો હતો જેમાં આખલાએ એક શખ્સને ભારે ઢીક મારી હતી અને તેની પર ચડી ગયો હતો જેથી આખલાએ શખ્સને ભારે ઈજા પોહચાડી હતી. હવે આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં કોઈને ઈજા કે જાનહાની તો નથી થતી પણ આખલો રસ્તા પર તબાહી મચાવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર એક ગુસ્સે ભરાયેલો આખોલો જોવા મળી રહ્યો છે. એટલું જ નહી વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે એક રસ્તા પર પડેલી કાર સાથે આખોલો એવું કરે છે કે જોઈ ને લોકો પણ હચમચી જાય છે. જોઈ શકાય છે કે આ આખલો પોતાના શીંગડા વડે આ આખી ગાડીને એક તરફથી ઉચી કરે છે, આવું આખલો વારંવાર રીતે કરતો જ રહે છે.

લોકો આ આખલાને દુર કરવા માટે રાડો પાડે છે તેમ છતાં આખલાને કઈ ફેર પડતો નથી અને તે રસ્તા પર પડેલી કારની ખુબ જ ખરાબ હાલત કરી દે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ તેની પર પાણી પણ નાખે છે જેથી આ આખલો થોડો શાંત પડે છે અને લોકો તેને અવાજ કરીને દુર કરી દે છે.
તમને જણાવી દઈએ કે આ આખલાનો વિડીયો યુટ્યુબ પર civilian singh નામની ચેનલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેના પર અત્યાર સુધી ૫ મિલિયનથી પણ વધારે લોકોએ જોઈ લીધો હતો અને ૫૨ હજાર જેટલી લાઈક પણ આવી ચુકી હતી.એટલું જ નહી લોકો આ વિડીયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે જેમાં એક શખ્સે ફની અંદાજમાં લખતા કહ્યું હતું કે ‘રીયલ બાહુબલી છે’ જયારે આવી અનેક ફની કમેન્ટ યુઝરો દ્વારા કરવામાં આવી હતી.
