લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો! બહેનનાં લગ્નની રાત્રે જ ડીજે તાલે ડાન્સ કરતા ભાઈનું થયું નિધન…
મુત્યુ જીવનના આંગણે ક્યારે આવીને ઊભું રહી જાય એ કોઇ નથી જાણતું!હાલમાં જ સૂરતમાં એક ખૂબ જ દુઃખ દાયી ઘટના બની છે. બહેનના લગ્નમાં ડીજેના તાલે નાચી રહેલા ભાઈનું નિધન, લગ્નના ગીતોને બદલે મરશીયા ગવાયા. આ ઘટના વિશે વધુ જાણીએ. આ ઘટના પહેલા તમને યાદ હોય તો થોડા દિવસ પહેલા જ આવી રીતે એક વરરાજાનું પણ ડાન્સ કરતી વખતે નિધન થયું હતું હાર્ટ એટેક આવવાના કારણે, ત્યારે ચાલો આપને આ ઘટજ થી માહિતગાર કરીએ.
આ ઘટના સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના એક ગામમાં બની હતી. જેમાં મીડિયા દ્વારા જાણવા મળ્યું કે લગ્નમાં ડીજેના તાલે ડાન્સ કરતા કન્યાના પિતરાઈનું નિધન થયું હતું. પિતરાઈ બહેનના લગ્નમાં ભાઈ નાચી રહ્યો હતો ત્યારે જ તે ઢળી પડ્યો હતો. આ બનાવ બાદ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાને કારણે લગ્નો માહોલ પળભરમાં શોકમગ્ન બની ગયો હતો.
19 વર્ષીય પિતરાઈ રહસ્યમય સંજોગનાં નિધનને કારણ સૌ કોઈ ચોકી ગયા હતા. મૃતક પોતાના માતાપિતાના નિધન બાદ મોટાભાઈ સાથે રહેતો હતો. પરિવાર ખેત મજૂરી કરતો હતો. સુનીલ મજૂરી કરીને તેના ભાઈને આર્થિક મદદ કરતો હતો. આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, સુનીલને છાતીમાં દુખાવો ઉપડતા 108ને ફોન કરવામાં આવ્યો હતો. 108ને આવવામાં મોડું થવાનું કહેવામાં આવતા તેને ખાનગી વાહનમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
હૉસ્પિટલ પહોંચીને કોઈ સારવાર મળે તે પહેલા જ સુનીલનું નિધન થઈ ગયું હતું. ખરેખર ઘટનાને કારણે એક જ પળમાં ખુશીનો માહોલ માતમના છવાય ગયો હતો. જે ભાઈ બહેન જવતલ રમવાનો હતો એજ ભાઈની બહેનની વિદાય પહેલા જ અર્થી ઉપડી. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની દિવ્ય આત્માને શાંતિ મળે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે.
