જ્ઞાનવાપી મસ્જિદ પરિસદના વજુખાનામાં મળ્યું 12.8 ફૂટનું શિવલિંગ, કોર્ટે કર્યો મહત્વનો આદેશ…
ભારતના મંદિર અને મસ્જિદનાં લીધે અનેક પ્રકારના વિવાદ સર્જાતા આવ્યા છે, ત્યારે ખાસ કરીને શ્રી રામ મંદિર અને બાબરી મસ્જિદ અંગે જે આખરે નિવારણ આવ્યું છે, એ વાત તો આપણે જાણીએ છે, ત્યારે હાલમાં વધુ એક મસ્જિદ અંગે એક ઘટના સામે આવી છે, જેના વિશે આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ્ઞાનવાપી મસ્જિદ લઅને શ્રૃંગાર ગૌરી મંદિર વિવાદના મામલે કોર્ટમાં ચાલી રહ્યો છે.
આજ રોજ આ જ્ઞાનવાપીનું ફોટોગ્રાફીનું કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું અને હવે મંગળવારે એટલે કે 17 મે ના રોજ કોર્ટ કમિશ્રર પોતાનો રિપોર્ટ રજુ કરશે. જ્ઞાનવાપી મસ્જિદનાજુખાનામાં શિવલિંગ મળ્યું છે. જે પછી વારાણસી સિવિલ કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે શિવલિંગના સ્થાનને સીલ કરીને તેને સીઆરપીએફના હવાલે કરી દીધું છે.
વારાણસી સિવિલ કોર્ટે જિલ્લા પ્રશાસનને કહ્યું કે જે સ્થાને શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે. શિવલિંગને સંરક્ષિત અને સુરક્ષિત કરતા કોઇને પણ જવાને મંજૂરી આપવામાં ના આવે. જોકે મુસ્લિમ પક્ષે બધા દાવાને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે આવું કશું જ નથી અને રિપોર્ટ હજુ કોર્ટ સમક્ષ રજુ થવાનો છે.હવે જ્યારે મંગળવારે કોર્ટમાં રિપોર્ટ રજુ થશે તો જજ શું નિર્ણય આપશે તે મહત્વનું રહેશે. આ દરમિયાન આ મામલે 17 મે ના રોજ સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થશે. .
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા હરિશંકર જૈનના પુત્ર વિષ્ણુ જૈનના પ્રાર્થના પત્રને કોર્ટે સ્વીકાર કર્યો છે. જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે પરિસરથી શિવલિંગ મળ્યું છે. આ અરજીનો કોર્ટે સ્વીકાર કર્યો છે. સીલ કરેલા સ્થાન પર કોઇપણ વ્યક્તિને પ્રવેશ કરવા દેવામાં ના આવે. જે સ્થાનને સીલ કરવામાં આવ્યું છે તે સ્થાનને સંરક્ષિત અને સુરક્ષિત રાખવાની પૂર્ણતા વ્યક્તિગત જવાબદારી ઉપરોક્ત સમસ્ત અધિકારીઓની વ્યક્તિગત માનવામાં આવશે.
