Gujarat

માનવતાની મિસાલ છે અમદાવાદના ઉદયભાઈ રીક્ષા વાળા ! તમારી પાસે રીક્ષા ભાડુ લેવાને બદલે જે કરે..

માનવ સેવા એજ પ્રભુ સેવા આ વાતને સાર્થક કરી રહ્યા છે અમદાવાદ શહેરમાં રીક્ષાવાળા ઉદયભાઈ! કહેવાય છે ને કે, જીવનમાં પૈસા કમાવવા માટે અને ઘર ચલાવવા માટે આજના મોંઘવારીનાં સમયમાં પૈસા ખૂબ જ જરૂરી છે. આ માટે થઈને બને ત્યાં સુધી ઘરના દરેક સભ્યો નાનું મોટું કંઈ કામ કરીને પૈસા કમાવતા હોય છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જે લોકોને ફ્રીમાં મુસાફરી કરાવે છે. હવે વિચાર કરો કે જે વ્યક્તિ ફ્રીમાં રીક્ષા ચલાવી શકે તો તેનું ઘર કેમ ચાલતું હશે?

ચાલો અમે આપને ઉદયભાઈ રિક્ષાવાળાની સેવાકામગીરી વિશે જણાવીએ. ઉદયભાઈ અમદાવામા છેલ્લા 10 વર્ષથી યુનિક કન્સેપ્ટ સાથે ભાડું લીધા વગર રિક્ષા ચલાવે છે. આ ઉમદા વિચાર તેમને અમદાવાદમાં ચાલતા સેવા કેફે પાસેથી મળી. આત્મમંથન કરતા તેમને વિચાર આવ્યો કે તે પણ પૈસાને મહત્વ આપવાને બદલે લોકોની સેવા કરશે અને એજ વિચારને અમલમાં લાવીને તેમને આ યુનિક કન્સેપ્ટથી રિક્ષા ચલાવવાની શરૂઆત કરી અને સંકલ્પ કર્યો કે રિક્ષામાં બેસીને લોકોના ચેહરા પર સ્મિત આવવું જોઈએ.

તેમની આ રિક્ષામાં અમિતાભ બચ્ચન, કાજોલ, મોરારી બાપુ,પરેશ રાવલ, આશા પારેખ, ચેતન ભગત, ગુજરાતના મંત્રીઓ સહિત અનેક લોકોએ સફર કરી છે તેની રિક્ષામાં રાખેલી ફીડબેક બૂકમાં કાજોલ સહિત ઘણા બધા લોકોએ તેમના પ્રતિભાવ પણ આલેખ્યા છે. ત્યારે ચાલો આ રિક્ષાની ખાસીયતો વિશે જાણીએ.ઉદયભાઈની રિક્ષામાં ડસ્ટબીન,લાયબ્રેરી,સોફ્ટબોર્ડ,ફેન,લાઈટની સાથે બીજી ઘણી બધી સુવિધાઓ છે. તેમજ સત્ય અને અહિંસા નામના બે બોક્સ બનાવવામાં આવ્યા છે.

એક બોક્સમાં મિનરલ પાણીની બોટલ અને બીજામાં થેપલાં,પુરી,સુખડી,હાંડવા જેવો નાસ્તો રાખવામાં આવે છે. બાળકોને અતિશય પસંદ ચોકલેટ આપવામાં આવે છે. આ સાથે જ નાના બાળક માટે રમકડાં પણ રાખવામાં આવ્યા છે.
લોકજાગૃતિ માટે રિક્ષામાં અલગ-અલગ પ્રકારનાં સૂત્રો લખવામાં આવ્યા છે.ગાંધીજીના જીવનથી પ્રેરિત થઈને બા-બાપુના અનેક પ્રસંગો પોતાની રિક્ષામાં ઉદયભાઇએ કંડાર્યા છે.

રિ

રીક્ષામાં ‘અક્ષયપાત્ર’ બોટલ રાખવામાં આવી છે જેમાં પોતાની રોજની કમાણીનો એક હિસ્સો જમાં કરવામાં આવે છે જે ગરીબ લોકોની પાછળ વાપરવામાં આવે છે.પોતાના કોઈપણ પેસેન્જર પાસેથી કયારેય ભાડું નથી માંગતા પરતું સફરના અંતમાં હાથમાં એક બોક્સ થમાવી દે છે જેમાં લખ્યું હોય છે ‘Pay from your heart’ મતલબ મુસાફરને પોતાના દિલથી જે પણ મૂકવું હોય તે બોક્સમાં મૂકી શકે છે. પહેલાં પેસેન્જરનું ભાડું તેમના તરફથી ગિફ્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ આવતાં પેસેન્જર તેના પછીનાં પેસેન્જરનું ભાડું ગિફ્ટ આપે છે અને બસ આ રીતે ઉદયભાઈની રિક્ષા ‘ગિફ્ટ ઇકોનોમી’ના મોડેલ પર ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!