ગુજરાતમાં તારીખે થશે વરસાદ શરૂ પણ એ પહેલા આવશે એક આફત! અંબાલાલ પટેલ કરી આગાહી.
ગુજરાતમાં હવે ગરમીનો પ્રકોપ કોઈનાથી સહન નથી થતો, ત્યારે હવે સૌ કોઈ ચોમાસાની ઋતુની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ થોડા દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, જુન મહિનામાં ચોમાસુ બેસી જશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી હતી જ્યારે હાલમાં જ આંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની મહત્વની આગાહી કરવામાં આવી છે. ચાલો ત્યારે જાણીએ કે, ક્યારે ચોમાસું શરૂ થશે.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખૂબ સારું રહેશે તેવી આગાહી કરી છે. 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. અંબાલાલે કહ્યું છે કે આ વર્ષે 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. એ પહેલા જ 24 મેની આસપાસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. આ સાથે ઉત્તર- મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલાં હળવો વરસાદ વરસશે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ વરસાદ પહેલાં ચક્રવાત આવશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસું આવશે.ગુજરાતમાં સામાન્ય કરતાં વહેલું ચોમાસું બેસશે. જૂનના પ્રારંભે જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ જશે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે.
હાલમાં હવે ગરમીનો પારો વધી ગયો છે, જેથી સૌ કોઈ હવે વરસાદ શરૂ થશે એની જ રાહ જોઈને બેઠા છે. એમા પણ આ વર્ષે તો સૌરાષ્ટ્રવાસીઓ કેરીઓનો સ્વાદ માણી જ ના શક્યા.
ચોમાસુ હવે નજીક આવી ગયું છે પરતું કેરીઓનો ભાવ આસમાને છે. ફળોનો રાજા ગણાતુ કેરી એ ઉનાળા સમયમાં આગમન કરે છે પરંતુ આ વખતે કેરી ખાવી માત્ર સ્વપ્ન જ રહી ગયું.
