કચ્છ: કોળી યુવકે એવી પ્રમાણિકતા બતાવી કે લોકો વખાણ કરતા નથી થાકી રહ્યા! લાખો રૂપિયાના દાગીના ભરેલ બેગ મળ્યું તો…
મિત્રો જો હાલના સમયમાં પ્રમાણિકતાની વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં સો માંથી ઘણા ઓછા લોકો હોય છે જે પ્રમાણિક હોય છે અને પરાયું ધન કે વસ્તુ લેતા હોતા નથી. બાકી અત્યારે તો રસ્તા પર પડેલી દસ કે વીસ રૂપિયાની નોટ પણ કોઈ વ્યક્તિ રેઢી નથી મૂકતું. એવામાં હાલ આ લેખના માધ્યમથી અમે એક એવા કિસ્સા વિશે જણાવાના છીએ જેના વિશે જાણીને તમે પણ આ યુવકના વખાણ કરવા લાગશો.
આધુનિક યુગમાં કોઈ પણ વ્યક્તિની ધન-દોલત, રૂપિયા અને દાગીના જોઇને દાનત બગડતી હોય છે પણ આ કોળી યુવાને આવા લોકો માટે ઉદાહરણનું આપે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો કચ્છનો છે જ્યાં આ કોળી યુવકને લગભગ પંદર લાખ રૂપિયા જેટલાના દાગીના ભરેલી બેગ મળી હતી, આવી બેગ જોઈને કોઈ પણ વ્યક્તિનું મન લલચાય જતું હોય છે પણ આ યુવકને એવું થયું નહી, તેણે તરત જ આ બેગમાં રહેલ નંબર ડાઈલ કરીને બેગ માલિકને આ બેગ પરત આપી દીધું હતું.
જેથી લોકો આ યુવાનની પ્રમાણિકતાના વખાણ કરતા થાક્યા હતા. જણાવી દઈએ કે નારણભાઈ ભ્રાસડીયા લગ્ન માટે અહી આવ્યા હતા એવામાં જયારે લગ્નપ્રસંગ પૂર્ણ થયો તેવો તરત જ નારણભાઈ તેના પરિવાર સાથે ફરી મુંબઈ જવા માટે નીકળી પડ્યા હતા, તેઓ ખાનગી વાહન પકડીને રાતના સમયે રેલ્વે સ્ટેશન પોચી ગયા હતા ત્યાં પોહચતા એવી જાણ થઈ હતી કે તેઓનું એક બેગ રસ્તામાં જ પડી ગયું હતું જેમાં ઘણી બધી કિંમતી વસ્તુ હતી. હવે આ વાતની ચિંતા નારણભાઈને સતાવી રહી હતી કારણ કે આ બેગની અંદર લાખો રૂપિયાના દાગીના સહિત ડોક્યુમેન્ટ હતા.
એવામાં કોળી ઠાકોર સમાજના ભરતભાઈ ભલાભાઈ પોતાના ખેતરેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે તેઓની નજરે એક બેગ આવ્યું હતું, આ પછી આ બેગને ભરતભાઈ ઘરે લઈ ગયા હતા જે ખોલતા એવું જોવા મળ્યું કે ભરતભાઈની આંખો જ ખુલ્લી ગઈ હતી. આ બેગમાં લાખો રૂપિયાના દાગીના હતા એની સાથે એક બીલ પણ હતું જેમાં નારણભાઈનો નંબર હતો. વગર કોઈ રાહ જોયે ભરતભાઈએ નારણભાઈને ફોન કર્યો હતો અને આ બેગ વિશે જણાવીને લઈ જવાનું કહ્યું હતું.
જે પછી નારણભાઈ ફતેહગઢથી વાવિયા શાનગઢ બેગ લેવા માટે આવ્યા હતા. જે પછી આ ભરતભાઈએ તેઓને બેગ પરત કરી હતી. જે પછી પટેલ સમાજ અને કોળી ઠાકોર સમાજ દ્વારા આ યુવકની પ્રમાણિકતા જોઈને સન્માન કર્યું હતું. ફતેહગઢના પાટીદાર યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરતભાઈને અભિનંદન આપવામાં આવ્યું હતું અને ૫૦ હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવાનું વિચાર્યું હતું.
પણ ભરતભાઈ અને તેના પરિવારે તે લેવાની પણ નાં પાડી હતી, આથી ભરતભાઈ સૌ કોઈ માટે એક પ્રેરણા બની ગયા છે, સૌ કોઈએ તેઓ માંથી પ્રેરણા લેવી જોઈએ. એવામાં રાપર કોળી ઠાકોર સમાજ દ્વારા ભરતભાઈનું ભવ્ય સન્માન કર્યું હતું.