અમરેલી બાદ સ્ટેટ વિજિલન્સ સેલે મા પણ નિર્લિપ્ત રાયે સપાટો બોલાવી દીધો છે. કુલ આટલા પોસીલ ને સસ્પેન્ડ અને કેસો ની સંખ્યા…
આજે આપણે એક એવા પોલીસ ઓફિસરની વાત કરીશું જેમાં નામ થી ગુનેગારો પણ થર થર કંપી ઉઠે છે. આ ઓફિસર એટલે અમરેલીનાં SP રહેલ નિર્લિપ્ત રાય. જ્યારે તેઓ અમરેલીમાં પોતાની ફરજ ભજાવી રહ્યા હતા, ત્યારે તેમના સમયગાળા દરમિયાન આસમાજિક તત્ત્વો અને ગુનેગારોનો ત્રાસ જોવા મળતો ન હતો અને શહેરમાં ગુન્હાઓનું પ્રમાણ પણ ઘટ્યું હતું. આ બધું માત્ર ને માત્ર ઓફિસરના પાવર અને તેમના વ્યક્તિત્વના લીધે થતું હતું.
હાલમાં જ ગુજરાતનાં 50 ઓફિસરોની બદલી કરવામાં આવી હતી, જેમાં રાયજી સાહેબ પણ હતા. SP નિર્લિપ્ત રાયે અમરેલીમાં સાડા ત્રણ વર્ષથી પણ વધુ સમય સુધી ફરજ બજાવી અને જ્યારે તેમની બદલી બીજે જગ્યા એ થઈ ત્યારે પોલીસ સ્ટાફ તેમજ લોકોએ તેમને ભાવભીની વિદાય આપી હતી અને જે રસ્તા પરથી પસાર થયા હતા ત્યાં ફુલોના વધામણાં કર્યા. ખરેખર આ ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ.
આટલું માન અને સન્નમાન તેમના કામને કારણે જ મળ્યું છે. તેમની લોકપ્રિયતા ખૂબ જ હતી અને તેમના કાર્યમાં ક્યારેય પણ કોઈપણ જાતની કચાશ ન રહેતી. હાલમાં જ્યારેગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના SP તરીકે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમને પોતાનું કામ ચાલુ કરી દીધું છે અને ગુનેગારોનો સપાટા બોલાવવાનું ચાલું રાખ્યું હતું.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તેમની બદલી
સ્ટેટ વિજીલન્સમાં કરવામાં આવી હતી, અહીંયા તેમના નામનો ખોફ યથાવત રહ્યો છે. ખૂબ જ ઓછા સમયગાળમાં તેમને . 150 કેસ કર્યા, 6 કરોડનો દારૂ પકડ્યો અને 12 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા. 2021ના વર્ષમાં આ જ સમયગાળામાં સ્ટેટ વિજીલન્સ સેલ દ્વારા કરવામાં આવેલા કેસોની સરખામણી કરીએ તો ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં 45 જેટલા વધુ ગુના નોંધાયા છે.
વિજિલન્સ સેલ દ્વારા ગુજરાતમાં રોજબરોજ દરોડાની કાર્યવાહી હાથ ધરીને ચકચાર મચાવી દીધી છે. આ ગુનાઓમાંથી 71 ક્વૉલિટી કેસ હતા. 1 લાખ કે તેથી વધુ કિંમતના દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો તેમજ જુગારના 47 કેસ કરીને 14 લાખથી વધુની રોકડ રકમ સહિત કુલ 70.95 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો. તેમજ હાલમાં 1 લાખ કે તેથી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાય તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ નારોલના PI સહિત બે PSI ઉપરાંત રાજકોટના 3 હેડ કોન્સ્ટેબલ તથા એક કોન્સ્ટેબલ સહિત ચાર જણા અને મહેસાણા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટરને અને પાટણ અને વડનગરના પોલીસ ઇન્સ્પેકટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખરેખર ઓફિસરની કામગીરી સરહાનીય છે.