વિધાતાના કેવા લેખ! બ્રેઇન ડેડ દીકરીનું મુત્યુ થતા કન્યાદાનના બદલે પિતાએ દીકરીના અંગોનું દાન કર્યું, 5 લોકોને મળ્યું નવું જીવન…
અંગ દાન એ મહાદાન છે! ઘણા સમયથી આપણે મીડિયામાં અંગદાનના અનેક કિસ્સાઓ બન્યા છે. આમ પણ આ ઘટના ખૂબ જ સરહાનીય છે. દરેક વ્યક્તિનું જ્યારે નિધન થઈ જાય છે, ત્યારે તેના ધર્મ પ્રમાણે તેમને અંતિમ વિદાય આપવામાં આવે છે પરંતુ આ પહેલા જો અંગદાન કરવામાં આવે તો ખરેખર તેમના થકી અનેક લોકોને જીવનદાન મળે છે. આજના સમયમાં અનેક લોકો પહેલા જ અંગદાન કરવાનો નિર્ણય લેય છે, ત્યારે આજરોજ એક એવી ઘટના બની છે કે, જેના વિશે જાણીને તમારું હ્દય પીગળી જશે.
આપણે જાણીએ છે કે, સૌથી વધારે સુરતમાં અંગદાનની ઘટના બને છે, ત્યારે હાલમાં જ જામનગરમાં એક દીકરી એ પાંચ લોકોને નવજીવન આપશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
જામનગરની દીકરીનું બ્રેઇન ડેડ થી નિધન થતા પરિવારજનોએ અંગદાન કરેલ. અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, શ્રીવાસ્તવ પરિવારના મોભી સોનુલાલ વારાણસી ગયા હતા. પ્રેમ ,વહાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલ નિધિના લગ્ન નક્કી કરવા. બાળપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધિ હવે અન્યોના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઇ રહી હતી.
વિધાતાના લખેલા એવા લેખ કે, જામનગરથી વારાણસી જતી વખતે મુસાફરી દરમિયાન નિધિના સમગ્ર પરિવારે મનોમન લગ્નની સંપૂર્ણ તૈયારીઓ લીધી હતી.બનાવ એવો બન્યો કે સોનુલાલને પિતા કહેનારી દીકરી તેમનાથી વિખૂટી પડી ગઇ.બનાવ એવો બન્યો કે,જામનગરમાં વસતા અને મૂળ વારાણસીના શ્રીવાસ્તવ પરિવારની દીકરી નિધિને માથાના ભાગમાં ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
4 દિવસની સધન સારવારના અંતે નિધિને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી.બ્રેઇનડેડ થયા બાદ નિધિના પિતાએ પોતાની દીકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો. હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું. જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. નિધિતો શ્રીવાસ્તવ પરિવારથી છૂટી પડી પરંતુ અન્ય 5 વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત 25ને નવજીવન આપી ગઇ..નિધિના અંગ દાનથી સિવિલ હોસ્પિટલમાં 100 કિડનીના દાન થયા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 62 અંગદાતાઓના અંગદાન થી મળેલા કુલ 195 અંગોથી 173 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
