પહેલીવાર અમિતાબજી આ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે! જાણો શું ખાસ છે આ ફિલ્મમાં કે અમિતાબ ગુજરાતી સિનેમામાં આવ્યા….
ગુજરાતી ફિલ્મોની પરિભાષા હવે બદલાઈ ગઈ છે અને ગુજરાતી ફિલ્મોને હવે ગુજરાતીઓ જોવા લાગે એ રીતે ગુજરાતી ફિલ્મો બનવાનું શરૂ થઈ ગયું છે. હાલમ જ બોલીવુડની ફિલ્મોની સમાન ઐતિહાસિક નાયિકા દેવી ફિલ્મ હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે, ખરેખર આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક નવા પગલાં ભરવાનું શરૂ કર્યું છે, હાલમાં જ એક ખુશ ખબર મળી છે કે બોલીવુડના સુપર સ્ટાર અમિતાબ બચ્ચન ગુજરાતી ફિલ્મ જોવા મળશે.
આ વર્ષે 19 ઓગસ્ટના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થનાર ગુજરાતી ફિલ્મ ” ફક્ત મહિલાઓ માટે ” માં ખલનાયક અમિતાબ બચ્ચન કેમિયો કરશે. ખરેખર ગુજરાતી કલાકારો માટે આ ગર્વની વાત કહેવાય કે, બોલીવુડના બિગ બી ગુજરાતી ફિલ્મમાં કામ કરશે. ચાલો આ ફિલ્મ સાથે જોડાયેલ વધુ માહિતી જાણીએ. આ ફિલ્મ આનંદ પંડિતે વૈશલ શાહ સાથે આ ગુજરાતી ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. તો ફિલ્મ જય બોડાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
ખરેખર આપણા માટે ગર્વની વાત છે.શે આનંદ પંડિતે કહ્યું હતું કે “અમિતજી વગર એક પણ પ્રોજેક્ટ વિશે વિચારવું પણ મુશ્કેલ છે. તેઓ મારા સારા ફ્રેન્ડ, મેન્ટર અને ગાઇડ છે. મેં તેમને જ્યારે ‘ફક્ત મહિલાઓ માટે’માં નાનકડી ભૂમિકા માટે પૂછ્યું કે તેમણે તરત જ હા પાડી દીધી હતી. તેમણે મને કોઈ સવાલ નહોતો કર્યો.” આ ફિલ્મમાં અમિતાબ મહેમાન કલાકાર તરીકે આવીને ગુજરાતી ફિલ્મની શોભા વધારી દીધી.
અમિતાજી સાથે કામ કરવું એ ખૂબ જ મોટી વાત છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મમાં મહિલાઓની વાત છે અને ફિલ્મ ખાસ મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં દિક્ષા જોષી, યશ સોની, ભાવીની જાની જેવાં કલાકારો છે. બિગ બી કોઈપણ ભાષા પર ઝડપથી પ્રભુત્વ મેળવી લે છે, તેથી તેઓ હવે પોતાના સ્ટારને ગુજરાતી અવતારમાં જોવાની રાહ જોઈ રહ્યા છે.
એક્ટર યશ સોનીએ જ્યારે આ તસવીર શેર કરી તો ગુજરાતી સિલિબ્રિટિઝે પણ તેમને અભિનંદન આપ્યા હતા. ખરેખર આ ઘટનાને લીધે સૌ કોઈ આ ફિલ્મનાં ટ્રેલરની રાહ જોવા માટે આતુર છે. હાલમાં જ ઢોલિવુડમાં અનેક ફિલ્મો સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે તેમજ ખાસ કરીને હવે ગુજરાતી દર્શકો પણ ગુજરાતી ફિલ્મો જોતા થયા છે.
