મહેસાણા ના માથાભારે ગોપાલ ડોન ની હત્યા કરી દેવામા આવી ! હત્યા કરનાર બીજુ કોઈ નહી પોતાની જ…
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ડોન નો કહેર વર્તાય રહ્યો છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે, જેમાં ડોનની પત્નીએ જ હત્યા કરી દીધી. હવે તમે પણ વિચારમાં પડી જશો કે આ ઘટના કંઈ રીતે બની. આ ઘટના બની છે મહેસાણા શહેરના ગોપીનાળા નજીકનાં વિસ્તારમાં. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પોતાના જ ઘરમાં ડોન ગોપાલ ની હત્યા કરી નાખવામાં આવી છે. એક જમાનામાં ડોન ગણાતા ગોપાલની હત્યાથી ચકચાર ચી જવા પામી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, ધારદાર હથિયારથી કરવામાં આવી છે.આ ઘટનાનો બનાવ . મોડી રાત્રે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો તેમજ આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, ગોપાલ ડોનની હત્યા તેની જ પત્ની અને સાળાએ કરી નાખી છે. ગોપાલ ડોનની હત્યાના સમાચાર મળતાની સાથે જ તેના નજીકના સંબંધીએ તેના ઘર ખાતે દોડી ગયા હતા. પોલીસ આ કેસમાં હાલ ગોપાલ ડોનની પત્ની અને તેના સાળાની અટકાયત કરી લીધી છે.
ખરેખર આ હત્યા શા માટે કરવામાં આવી એ એક મહત્વનો મુદ્દો છે. તેમજ જ્યારે પોલીસ ને આ ઘટના અંગે જાણ થઈ ત્યારે તેના ઘરમાં જ ગોપાલનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં હતો. તમામ તપાસ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.આ હત્યા પાછળનું કારણ આડા સંબંધના વહેમમાં પત્ની અને સાળાએ મળીને ગોપાલની હત્યા કરવામાં આવી.પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ધરી છે.