ગુજરાતી ખબર
ગુજરાતીમાં કહેવાય છે ને કે, વડ એવા ટેટા ને બાપ એવા બેટા! આજે આપણે વાત કરીશું ગુજરાતી લોક ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીના દીકરા કિશન ગઢવી અને રાગ ગઢવી વિશે જે આજે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. કહેવાય છે ને કે, બીલિવુડના કલાકારોનાં સંતાનોનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ અને વર્તમાન સુખ સુવિધાઓ થી ભરપૂર હોય છે, ત્યારે આજે આપણે તેમના દીકરાઓના વૈભવશાળી જીવન વિશે જાણતાં પહેલા કીર્તિદાન ગઢવી વિશે એક નજર કરીએ પછી ત્યારબાદ તેમના દીકરાઓ વિશે જાણીએ.
ગુજરાતનું ગૌરવ ગણાતા કીર્તિદાન ગઢવીનો જન્મ આણંદ જિલ્લાના વાલોળ ગામમાં 23 ફેબ્રુઆરી 1975 ના રોજ કીર્તિદાન ગઢવીનો જન્મ થયો હતો. 12 ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બીકોમનો અભ્યાસ શરૂ કર્યો હતો.
અને બાદમાં વર્ષ 1995 માં વડોદરાની MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરર્ફોમિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો. તજજ્ઞો પાસેથી સંગીતનશીખ્યા હતા. બાદમાં સિંહોર ખાતે ધોળકિયા મ્યુઝિક કોલેજમાં નોકરી સ્વીકારી હતી.
આ દરમિયાન ભાવનગર ખાતે તેઓની મુલાકાત સ્વ. ઇશ્વરદાનભાઇ ગઢવી સાથે થઇ હતી અને બે વર્ષ સુધી તેઓની સાથે અલગ અલગ જગ્યા પર ડાયરાના કાર્યક્રમ કર્યા હતા. રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો કરી બાદમાં તેઓએ રાજકોટમાં સ્થાયી થવા મન મક્કમ કર્યું હતું અને ત્યારબાદ સમય જતા તેમને ખૂબ જ લોકપ્રિયતા મેળવી લીધી.
આજે તેમના બંને દિકરા ક્રિષ્ન અને રાગ પણ કીર્તિદાનની જેમ જ સંગીત પ્રિય છે. હાલમાં તેમના મોટા દીકરાની ઉંમર 16 વર્ષની છે, જે ખૂબ જ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને જ્યારે તે 7માં ધોરણમાં હતો ત્યારે તેને પહેલીવાર કીર્તિદાન ગઢવી સાથે સોંગ ગાયેલું.
અને હાલમાં પણ તે સંગીત સાથે જોડાયેલ છે તેમજ ખાસ તો તે પોતાની લાઈફસ્ટાઇલના લીધે વધુ ચર્ચામાં રહેતો હોય છે. તમે જ્યારે તેમના ઇન્સ્ટાગ્રામની મુલાકાત લેશો તો સમજાય જશે કે તે કેવું વૈભવશાળી જીવન જીવી રહ્યો છે.
કીર્તિદાન ગઢવીનો નાનો દીકરો રાગ પણ ખૂબ જ ક્યૂટ છે અને તેનાં વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે, તેની લાઈફસ્ટાઈલ ખૂબ જ મોર્ડન અને લક્ઝ્યુરિસ છે. તેના લુક પર થી જ ખ્યાલ આવી જાય કે તેનું જીવન હાલમાં ખૂબ જ વૈભવશાળી છે.
બંને દીકરાઓ સાથે કીર્તિદાન ગઢવી અવારનવાર જોવા મળતા હોય છે અને બંને દીકરા લાઇમ લાઈટ થી દુર રહે છે પરંતુ કીર્તિગઢવીનો મોટો દીકરો ખૂબ જ એક્ટિવ છે સોશિયલ મીડિયા પર જ્યાં તમે તેની લાઈફ સ્ટાઈલ વિશે જાણી શકો છો.