સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે મહત્વ ની આગાહી કરી ! 25 મે થી 29 મે સુધી દરીયાઇ વિસ્તારો મા.. .
હવે ઉનાળો વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે મહત્વની આગાહી કરવામા આવી છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે મોટી આફત આવવાની છે, ત્યારે આ ઘટનાઓ અંગે જાણીને તમને પણ આશ્ચય થશે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનાર છે. ચાલો ત્યારે જાણીએ કે, આખરે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામા આવી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ખાસ ક્રિબે દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ 27મી મેથી 29 મે સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે 40થી 50 કિમી પવન ફૂંકાઇ શકે છે. આ કારણે તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. જેથી કરીને ખાસ કરીને તમામ માછીમારો ને સાવચેત રહેવા અંગે જણાવેલ છે.
એક તરફ ગરમી નો પારો વધી રહ્યો છે, ત્યારે આ વર્ષે ચોમાસુ 10 જૂન થી શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે જાણવા મળ્યું છે કે,હવામાન વિભાગે વરસાદ અંગે પણ આગાહી કરી છે. જેમા જણાવવામાં આવ્યુ છે કે, ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. બે દિવસ દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠે કહેર વર્તાવવા નો છે, જેથી કરીને તમામ માછીમારોએ સાવચેત રહેવું જરૂરી છે. આગામી કેટલાક દિવસ પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજ રહેશે. મોટાભાગે દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી. આ વર્ષે ઉનાળાની ઋતુમાં કેરીનો સ્વાદ માણ્યા વિના જ ચોમાસાનું આગમન થઈ રહ્યું છે.
