Gujarat

એક નાની એવી ભુલ ના લીધે ગંભીર અકસ્તમાત સર્જાયો ! અકસ્તમાત મા પિતા અને પુત્રી નુ કમકમાટીભર્યુ મોત નીપજ્યું

હાલમાં દિવસે દિવસે અકસ્માતના બનાવ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. વાત જાણે એમ છે કે, એક નાની એવી ભુલ ના લીધે ગંભીર અકસ્તમાત સર્જાયો ! અકસ્તમાત મા પિતા અને પુત્રી નુ કમકમાટીભર્યુ મોત નીપજ્યું. આ ઘટના અંગે અમે આપને વધુ માહિતગાર કરીએ કે આખરે ક્યાં કારણોસર આ દુઃખ ઘટના બની તેના વિશે વિગતવાર માહિતી આપીએ.

રોડ અકસ્માતના લીધે અનેક લોકોના જીવ જાય છે, ત્યારે હાલમાં જ આવી જ દુઃખ ઘટના રાજસ્થાનના પિંડવાડા ખાતે બનેલી. આ ઘટનામાં ડીસાના પરિવાર અકસ્માત નડતા પિતા-પુત્રીનો જીવ ગયેલો. જેના લીધે પરિવાર જનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ ઘટના એટલી દુઃખ દાયી છે કે, એક નાની એવી ભૂલ જ કારણે હસતો રમતો માળો વીર વેખર થઈ ગયો. ક્યારેય સ્વપ્નમાં પણ કલ્પના નાં થઈ શકે એવી આ વાત છે.

આમ પણ વિધાતાનાં લખેલા લેખ ક્યારેય પણ ખોટા નથી પડતા અને જે ઘટનાં બનવાની હોય એ ગમે ત્યારે સમય અને સંજોગની સાથે બની જતા હોય છે. આ પરિવાર માટે એક વાત ખૂબ જ દુઃખ દાયી બનીને રહી ગઈ કે તેઓ એક નાની એવી ભૂલ કરી જેના કારણે હવે આ વાત જીવનભરનો અફસોસ બનીને રહેશે. વાત જાણે એમ છે કે, પરિવારે પિંડવાડા પાસે ટાયરમાં હવા ભરાવી હતી. પ્રેસર પંપથી હવા ચેક કરાવી નહોતી અને વધુ પડતી ગરમી અને વધુ હવાને કારણે ટાયર ફાટ્યું હોઈ શકે છે.

આ અકસ્માત સમયે કારમાં કુલ 5 જણા સવાર હતા. જેમાંથી ડીસાના એક જ પરિવારના બે લોકોના મોત નીપજ્યા હતા.રિપોર્ટ મુજબ જાણવા મળ્યું હતું કે, ડીસાના મોદી સમાજના બે યુવાનો સહ પરિવાર રાજસ્થાન ફરવા નીકળ્યા હતા. દરમિયાન ઉદયપુર હાઈવે પર કારનું ટાયર ફાટતા રવિ મોદીએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ દેતા કાર એક ખડક સાથે અથડાઈને પલટી મારી હતી. જેમાં ડીસાના રવિભાઈ ચોખાવાળા અને તેમની દીકરી યાન્સીનું મોત નીપજ્યું હતું. રવિવારે લગભગ સાડા પાંચ વાગે કાંતાલ ગામ પાસે કારનું આગળનું ટાયર ફાટ્યું હતું અને બેલેન્સ બગડતા ખડક સાથે અથડાઈને પલટી ગઈ હતી. હાલમાં આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!