રિયલ હીરો જતિન નાકરાણિ ને સુરત ભાજપા દ્વારા 5 લાખ ની સહાય કરવામા આવી ! ટોટલ દાન નો આંકડો…
તક્ષશિલા અગ્નિકાંડને 3 વર્ષ પૂર્ણ થય ગયા પણ આ કાંડના ભોગ બનાર વ્યક્તિઓના જીવનમાં આજે પણ એ અગ્નિની જ્વાળાઓ પ્રજ્વલિત છે.હાલમાં સોશિયલ મીડિયામાં જતીન નાકરાણી ખૂબ જ ચર્ચામાં છે. જેને પોતાના જીવના જોખમે 15 બાળકના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો, જેમાં ઈજાને કારણે જતીન નાકરાણી કોમામાં ચાલી ગયો હતો અને આજે તે કોમમાં થી બહાર આવી ગયો પણ હજુ પણ તેની યાદશક્તિ પાછી નથી આવી. હાલમાં તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ઘર પણ ખાલી કરવાનો વારો આવ્યો છે.
ત્યારે આવી દુઃખદાયી વાત જ્યારે ગુજરાતીઓની સામે આવી, ત્યારે સૌ કોઇ માનવતા દાખવીને ખોબલે ખોબલે દાન કર્યું છે, આજે જ્યારે આ દાનની રકમનો આંકડો જાણશો તો તમને પણ આશ્ચય થશે કે આખરે ગુજરાતીઓ સેવામાં મોખરે છે.હાલમાં જ જાણવા મળ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના હોદ્દેદારો જતીન નાકરાણીના ઘરે જઈને તેમને મદદ કરી છે.ખરેખર ખૂબ જ સરહાનીય વાત છે.
સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપિયા 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે અને ખુશીની વાત એ છે કે, જતીનના પરિવારને છેલ્લા ચાર દિવસમાં 30 લાખથી વધુનું દાન મળ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે જતીને પોતાની યાદશક્તિ ગુમાવી છે, ત્યારે ભાજપના યુવાન અને તેના પરિવારની સાથે છે. આગામી દિવસોમાં જતીનને મેડિકલ સારવારની જરૂર હોવાથી ઓપરેશન માટેનો જે પણ ખર્ચ થશે એમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના આરોગ્યલક્ષી ફંડમાંથી શક્ય એટલી સહાય આપવામાં આવશે.
એક સમય એવો હતો જ્યારે તેમનાં પરિવાર પૈસા ન હતા અને આ પરિસ્થિતિની જાણ જ્યારે મીડિયા દ્વારા થઈ ત્યારે તમામ લોકોએ સામે આવીને આ પરિવારને આવી દુઃખ પરિસ્થિતિ થી માંથી બહાર કાઢવા ખોબલે ખોબલે દાન આપ્યું છે અને માત્ર 4 દિવસમાં 30 લાખ રૂપિયા ભેગા થઈ ગયા અને હજુ તો આગામી દિવસોમાં હજુ જતીનને દાનની રકમ મળશે એવું લાગી રહ્યું છે, આજે આ વાત જાણી એ વાત તો સત્ય થઈ ગઈ કે, માનવતા એજ મોટો ધર્મ છે.