India

નાના એવા ગામમાં જન્મેલ આ યુવાને અધ્ધવચ્ચે ભણવાનું મૂકીને આજે કરોડર રૂની કંપની ઉભી કરી લીધી! એક નાના વિચારથી જીવન બદલાયું,.

આજે આપણે એક એવા યુવાન વિષે વાત કરીશું જેને પોતાનો અભ્યાસ છોડીને પણ જીવનમાં સફળતાના શિખરો સર કર્યા છે. આમ પણ કહેવાય છે ને કે સફળતા મેળવવા માટે ના કોઈ ઉંમર નથી અને ના તો કોઈ સમય નક્કી હોય છે. આ વાતને સાચી સાબિત કરે છે એક શખ્સ, જેણે માત્ર 24 વર્ષની ઉંમરમાં જ કરોડો રૂપિયાની કંપની ઊભી કરી દીધી. રિતેશની સંપતિ આજે આશરે 110 કરોડ ડોલર એટલે કે 8000 કરોડ રૂપિયા જેટલી માનવામાં આવે છે.

હોટલ બુક કરનારી એપ OYOના ફાઉન્ડર અને માલિક રિતેશ અગ્રવાલ વિશે જાણીએ.રિતેશ અગ્રવાલનો જન્મ ઓરિસ્સાના નાનકડા શહેર બિસમકટકમાં થયો છે જે તેની નક્સલવાદી પ્રવૃતિઓ માટે જાણીતું છે. રિતેશ કોલેજ ડ્રોપઆઉટ છે પણ તેની આ જ કમજોરી તેની તાકાત બની ગઈ છે. રિતેશના માતા-પિતાની ઈચ્છા હતી કે તે આઈઆઈટીમાં એડમિશન લઈને એન્જિનિયર બને. રિતેશ પણ કોટા, રાજસ્થાનમાં જ રહીને આઈઆઈટીની એન્ટ્રેન્સ એક્ઝામની તૈયારીઓમાં લાગી ગયો હતો.

પરંતુ બાદમાં તેણે દિલ્હીના ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ફાઈનાન્સમાં એડમિલન લીધું.પરંતુ પોતાની કંપની શરૂ કરવા માટે તેણે કોર્સ અધવચ્ચે જ છોડી દીધો.19 વર્ષના રિતેશ અગ્રવાલ મહિનાઓ સુધી ફરતો અને બજેટ હોટલમાં રોકાતો. જેથી તે ત્યાંની તમામ વસ્તુઓ વિશે જાણી શકે.
થોડાક દિવસો ચલાવ્યા બાદ રિતેશને લાગ્યું કે નામના કારણે કદાચ લોકો વેબસાઈટને સમજી નથી શકતા. આ કારણે 2013માં તેણે નામ બદલીને OYO Rooms કરી નાખ્યું.ધ ન્યૂયોર્ક ટાઈમ્સની CB Insightsએ OYO Roomsને તેવી કંપનીમાં રાખ્યું જે ભવિષ્યમાં સફળતાના ઝંડા ગાળી શકે છે. જણાવી દઈએ કે રિતેશના OYO Roomsમાં સોફ્ટબેન્ક ગ્રુપ, ગ્રીનઓક્સ, સેફ્યૂઈબા કેપિટલ અને લાઈટસ્પ્રેડ ઈન્ડિયા જેવી કંપનીઓએ રોકાણ કર્યું છે.

રિતેશ અગ્રવાલને વર્ષ 2013માં Thiel Fellowshipના ’20 અંડર 20′ માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો.ફેલોશિપમાં 22 વર્ષથી ઓછી ઉંમરના એવા ડ્રોપ આઉટને 1 લાખ ડોલરની મદદ કરવામાં આવે છે જે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છે છે. રિતેશ આ મેળવાનારો પહેલો ભારતીય હતો. તેનું કન્ઝ્યુમર ટેક સેક્ટરમાં ફોર્બ્સ 30 અંડર 30 નામમાં શામેલ કરવામાં આવ્યું.

તેણે TATA First Dotમાં 2013ના ટોપ 50 ઉદ્યમીઓમાંથી એક શામેલ કરવામાં આવ્યો અને 2014માં TiE-Lumis Enterpreneurial Excellence Award મળ્યો.રિતેશે લખેલી બુક બની બેસ્ટ સેલર ગઈ હતી.ઓરાવેલ એક એવી માર્કેટપ્લેસ છે જ્યાં એપાર્ટમેન્ટ અને રૂમની 3500થી વધુ લિસ્ટિંગ છે જ્યાં તમે આરામદાયક અને એફોર્ડેબલ રૂમ્સ લઇ શકો છો અને રેગ્યુલર હોટલો કરતા આ અડધા ભાવમાં ઉપલબ્ધ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!