સુરત ના ડુમ્મસ ફરવા જતા લોકો આ નવો નિયમ ખાસ જાણી નહી તો થશે દંડ…..
આજ રોજ સુરત શહેરમાં ખૂબ જ ભયંકર ઘટના બની ગઈ છે. સુરતના હજીરા વિસ્તારમાં આવેલ બીચમાં નાહવા પડેલ યુવાન ડૂબી ગયેલ, જેમાં એક યુવાનનો મૃતદેહ મળેલ જ્યારે અન્ય યુવકોની શોધખોળ ચાલુ છે. દરિયામાં નાહવા જવા પર પ્રતિબંધ હોવા છતાં પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને નાહવા જતા હોય છે, ત્યારે આવી દુઃખદાયી ઘટના બની જતી હોય છે. આવી ઘટનાઓને રોકવા માટે થઈને હાલમાં જ સુરત ના ડુમ્મસ ફરવા જતા લોકો આ નવો નિયમ બહાર પાડવામાં આવેલ છે, જે ખાસ જાણી નહી તો થશે દંડ…
હાલમાં જ સુરતમાં ડુમસ બીચ પર ફરવા આવતા લોકો માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યાં છે. ખાસ કરીને ડુમસ બીચ ઉપર ફોર વીલર કાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે, લોકો પોતાની ગાડી લઈને આવતા અને દરિયામાં ભરતી આવતા ગાડી દરિયાના પાણીમાં ફસાઈ જતી હતી. જેને લઇને પોલીસ દ્વારા કાર બીચ સુધી લઇ જવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીચ સુધી કાર લઇ જશો તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આમ પણ કહેવાય છે ને કે, સુરતીઓ ફરવા અને ખાવા-પીવાનાં શોખીન છે, ત્યારે સુરતના સુરતીઓ રવિવાર પડતાની સાથે જ પરિવાર સાથે ડુમસના દરિયા કિનારે પહોંચી જતા હોય છે. જેથી બીચ પર સ્વચ્છતા જાળવવી જરૂરી છે.તેમજ ખાસ કરીને તો લોકો એ ગાડી નાં લઈ જવા અપીલ કરી છે.અઠવાડીયામાં બે વખત આ જ પ્રકારે ગાડી ફસાઇ જવાની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ પોલીસે હવે આ બીચ ઉપર ફોર વીલર ગાડી ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
ખરેખર આ નિર્ણય ખૂબ જ સારો છે, કારણ કે આવું કરવા પાછળ નો હેતુ લોકોની સલામતી છે. કોઈ ગાડી ન ફસાય તે માટે સુરતના ડુમસ પોલીસ સ્ટેશન દ્વારા દરિયાકિનારા ઉપર ગાડી લઇ જવાનો પ્રતિબંધ કર્યો છે.આ પગલાને કારણે ગાડીઓની અવરજવર ઓછી થતાની સાથે દરિયાકિનારે જગ્યા ખુલ્લી થતાં સહેલાણીઓ આરામથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરી છે.