ગુજરાતના નાના ગામમાં જન્મેલ સોનુ ચારણ એક સમયે ભાડાના મકાનમાં રહેતા હતા અને આજે જીવે છે આવું વૈભવશાળી જીવન.
ગુજરાતમાં અનેક લોક ગાયક કલાકાર અને ગાયિકાઓ છે, આજે ખુબ જ નામના મેળવી છે પણ એક સમય એવો હતો જ્યારે આ કલાકારોનું જીવન ખુબ જ સંઘર્ષમય હતું પરંતુ કહેવાય છે ને કે, અથાગ પરિશ્રમ અને મહેનત થકી કોઈપણ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવી શકે છે. આજે આપણે એક એવા જ લોક ગાયિકાની વાત કરીશું, જેમના જીવનમાં ખુબ જ દુઃખો આવ્યા અને તેમની આર્થિક પરિસ્થતિ પણ ખુબ જ ખરાબ હતી પરંતુ તેમની કલા દ્વારા તેમને લોક ચાહના મેળવી અને સંગીતક્ષેત્રમાં આજે આગવું સ્થાન મેળવ્યું છે. આજે આપણે જાણીશું ગુજરાતની લોકપ્રિય ગાયિકા સોનુ ચારણના જીવન વિષે જાણીશું.
સોનુ ચારણનો જન્મ 5 ડિસેમ્બરના રોજ બનારસકાંઠાના ધરા ગામમાં થયેલો અને તેમના પિતા કામના લીધે હંમેશા મોટેભાગે બહાર જ રહેતા અને આજ કારણે માતા લિલાબેન ગઢવી સંતવાણી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.આમ તો વતન ધરા હતું પરંતુ લીલાબેન એ બાળકોને આગળ અભ્યાસ કરવા માટે મહેસાણામાં સ્થાયી થયા અને ત્યારબાદ પાટણમાં ભાડાના મકાનમાં રહેતા. લીલા બહેન અહીંયા પણ સંગીત થકી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. કહેવાય છે ને કે, જે માતા પિતાના લોહીમાં હોય એ તો દરેક વ્યક્તિને જન્મતાની સાથે જ વારસામાં એ ભેટ મળે. સોનુ એ પણ માતાને ગાતા જોઈને ગાવાની શરૂઆત કરેલ.
ખુબ જ નાની ઉંમરે સોનુએ માતા પાસેથી સંગીત અને ગાવાની તાલીમ લીધી અને ખાસ એ વાત કે સોનુ રસોડા માં બેસીને ગીતો ગાવાની તૈયારીઓ કરતા કારણ કે, ઘર તેમનું નાનું હતું.સમય જતા તેમના જીવનમાં ખુબ જ મોટું દુઃખ આવ્યું.
તેમના માતાને હદયનો હુમલો આવ્યો અને ડોક્ટર તેમને ગાવાની મનાઈ કરી આ જ કારણે ઘરનું ગુજરાન ચલાવવા તેમને ઘરે સાડી વહેંચવાનું અને બગસરાના ઘરેણાં વહેચવાનું શરૂ કર્યું છતાં પણ ઘરની પરિસ્થતિ બરોબર ના થવાથી આખરે સોનુએ પણ પોતાની કલા થકી ગાવાનું શરૂ કર્યું અને જાહેરમાં તેઓ પ્રોગ્રામમાં ગાવા જતા.
સૌથી પહેલા તો સોનુએ 17 વર્ષની ઉંમરે મહેસાણામાં યોજાતી ખોડિયાર ખોડિયાની નવરાત્રીમાં ગાવાની શરૂઆત કરી અને ત્યારબાદ તેમને અનેક કાર્યક્રમોંમાં ગાવાનું શરૂ કર્યું અને સમય જતા અનેક લોકગીતો ગાયા છે. તેમના જીવનમાં તેમની માતા થકી જ સોનુ ચારણને સફળતા મળી અને તેમને ગુજરાત ભરમાં લોકપ્રિયતા મેળવી.
આજે તેમની યુટ્યુબમાં ઓફિસયલી ચેનલ છે તેમજ ઇન્સ્ટાગ્રામમાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. આજે તેઓ પાટણમાં જ રહે છે અને તેમના માતા સાથે પોતાનું સુખદાયી જીવન વિતાવી રહ્યા છે.