છોટાઉદેપુરના માં પોલીસકર્મચારી પતિ અને પત્નીનો ઝેરી દવા પી કર્યો આપઘાત, માલધરી સમાજ મા દુખ…
આજકાલ આત્મહત્યાના કેસ ખૂબ જ જોવા મળે છે. લોકોને કંઈ પણ થઈ જાય અથવા તો કોઈ પણ તકલીફ પડે તો તેઓ આત્મહત્યાનો સહારો લેતા હોય છે. અને એવો જ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લામાં બન્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નસવાડીમાં ભરવાડ વાસ માં સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ભરવાડ અને તેમના પત્ની મીનાબેન ભરવાડ રહે છે અને તેઓએ કોઈ કારણવશ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. આમ આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે નસવાડી પોલીસને થઈ ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તે આધારે ગુનો નોંધીને વધારાની તપાસ આગળ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના છોટાઉદેપુરના નસવાડી જિલ્લા માં બની હતી અને નસવાડી માં રહેતા ભરતભાઇ ભરવાડ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ફરજ બજાવે છે અને તેમાં ઈન્દ્રાલ બીટમાં ફરજ બજાવતા હતા. નસવાડી ખાતે આ પોલીસ કર્મીએ પોતાના ઘરે જ તેમના પતિએ આત્મહત્યા કરી લીધી હતી. ભરતભાઇ ભરવાડ અને તેમના પત્નીને મીના બેન ભરવાડ આત્મહત્યા કરી લીધી ત્યારે તેઓને તૈયારીમાં જ નસવાડીની રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અને હોસ્પિટલમાં રહેલા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. તેમજ ભરતભાઇ ભરવાડ ને બોડેલી સંગમ હોસ્પિટલ માં કરવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ હોય તેમને પણ મૃત જાહેર કર્યા હતા.
આ સમગ્ર ઘટનાનું એક કારણ જણાવવામાં આવ્યું છે અને તેમાં કહ્યું છે કે ઘર કંકાસ ના કારણે તેઓએ આત્મહત્યા કરી હશે. આત્મહત્યા કરનાર વ્યક્તિ પોલીસ હતા તેવી જાણકારી મળતા જ સમગ્ર છોટાઉદેપુર જીલ્લાના પોલીસબેડામાં ખૂબ જ દુઃખની લાગણી થઇ ગઇ છે. દરેક પોલીસ કર્મીઓએ શોક વ્યક્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર આ પોલીસ કોન્સ્ટેબલ અને તેમના પત્નીએ આપઘાત કર્યો તેમાં તેમની 6 પુત્રી અને 1 પુત્ર હતો અને તેઓ માતાપિતા વિહોણા બની ગયા હતા. અને તેઓ અનાથ બની ગયા હતા. નસવાડી પોલીસે બંને વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને તેના આધારે બીજી બધી વિગત અને તપાસ પણ હાથ ધરી છે.
