ગુજરાતી ફિલ્મો ના સુપર સ્ટાર હીતેન કુમાર સુપર ના આ ગામ થી છે ! જાણો હાલ શુ કરે છે અને જુવો પરીવાર સાથે ની ખાસ તસ્વીરો
ગુજરાતી સિનેમામાં અનેક કલાકારો એ પોતાની અભિનય થકી યાદગાર ગુજરાતી ફિલ્મો આપી છે. આ તમામ કલાકારો ને આજે પણ લોકો નથી ભૂલી શક્યાં પરંતુ આજની યુવાપેઢીઓ આ કાલકારો વિશે અજાણ છે. આજે આપણે ગુજરાતી સિનેમાના સુપર સ્ટાર અને સલામન ખાન ગણાતા હિતેનકુમારના જીવન વિશે વાત કરીશું. ખરેખર ભાગ્યે જ કોઈ એવું હશે કે જેમને હિતેન કુમારની ફિલ્મો ના જોય હોય. આજે પણ તેઓ ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલ છે અને ગુજરાતી ફિલ્મોમાં કામ પણ કરી રહ્યાં છે.
90 દશકમાં ગુજરાતી ફિલ્મોમાં તેમને કામ કરવાનું શરૂ કર્યું હતું . ત્યાર થી લઈને અત્યાર સુધી તેઓ ગુજરાતી ફિલ્મોમમાં જોડાયેલ છે. એક સમય એવો આવ્યો હતો, જ્યારે તેઓ એ ગુજરાતી સિનેમામાં થી બ્રેક લઈ લીધો હતો અને ત્યારબાદ તેમને ગુજરાતી ઘારાવાહિક અભિલાષા થી તેમને ટીવી જગતમાં ડેબ્યુ કર્યું અને લોકોએ તેમને વધાવ્યા પણ ખરા પરંતુ હિતેન કુમાર એ મોટા પડદાનાં અભિનેતા એટલે દર્શકોને તેમને ફિલ્મોમાં જોવાનું વધારે પસંદ કરે.
અભિલાષા સિરિયલ બાદ તેમને ફરી ગુજરાતી ફિલ્મોમમાં કામ કરવાનું શરૂ કર્યું અને આજે તેઓ આજની અર્બન ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરે છે. ખાસ વાત એ છે કે, આજે તેમની ઉંમર 50 થી વધુ છે છતાં પણ તેઓ આજે પહેલા જેવા જ દેખાય છે અને તેમના લુકમાં બદલાવ આવ્યો નથી. લોકો આજે પણ તેમને રામની નજરે જ જુએ છે. ખરેખર ઘણા લોકોને તો તેમનાં સાચા નામથી અજાણ જ હશે. આજે તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈમાં જ રહે છે અને સુખદાયી જીવન વિતાવી રહ્યા છે.
આપણે સૌ એ ગર્વ લેવા જેવી વાત એ છે કે, હિતેન કુમાર મૂળ ગુજરાતી છે અને ખાસ વાત એ કે તેમનો જન્મ ભલે મુંબઈમાં થયો હોય પરંતુ તેમનું મૂળ ગામ સુરત પાસે આવેલા ગણદેવીનું તોરણ ગામ છે. તેમને પોતાના અભિનયની શરૂઆત 14 વર્ષની ઉંમરે જ કરી હતી અને તેમનું પહેલું નાટક ચિત્કાર હતું અને ત્યારબાદ 90નાં દશકમાં ઉંચી મેડીને ઉંચા મોલ ફિલ્મમાં હિતેન વિલેન તરીકે ભૂમિકા ભજવેલ અને ત્યારબાદ 1998માં દેશ રે જોયા દાદા પરદેશ ફિલ્મમાં રામ તરીકે લોકપ્રિયતા મેળવી.
તેમને રોમાં માણેક સાથે તેમણે અનેક ફિલ્મો કરી.હિતેન કુમારના અંગત જીવની વાત કરીએ તો તેમના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમની પત્નીનું નામ સોનબા છે અને તેમને એક દીકરો અને દિકરી પણ છે. સુપરસ્ટાર હિતેન કુમારે `દેશ રે જોયા દાદા પરદેશ`, `દલડુ ચોર્યુ ધીરે ધીરે`, ` મે તો પાલવડે બાંધી પ્રીત`, `પ્રીત ઝુકે નહીં સાથે છૂટે નહીં`, ` એક વાર પિયૂને મળવા આવ`, ` મોટા ઘરની વહુ`, `ઉંચી મેડીના ઉંચા મોલ`, ` મૈયરમાં મનડું નથી લાગતુ` અને `દિકરો મારો લાડકવાયો` જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે.