જોત જોતાં મા શ્વાનને લોખંડ ના સળયા વડે માર મારી ને પતાવી દીધુ ! સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ
ઘણી વખત CCTV કેમેરામાં એવી ફૂટેજ કેદ થઇ જાતી હોઈ છે કે જે જોઈ લોકોના હદય કંપી જતા હોઈ છે. CCTV કેમેરામાં ઘણી વાર ચોરીના તો વળી ઘણી વાર લુંટફાટ તેમજ હત્યાના મામલાઓ કેદ થઇ જતા હોઈ છે ત્યાર બાદ તેના આધારે પોલીસ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરે છે. હાલ એક તેવોજ ક્રુરતાપૂર્વક નો મામલો સામો અવ્યો છે જેમાં એક શખ્સ કુતરાને બેરહેમ માર મારી રહ્યો છે તેથી ઘાયલ કુતરાની મોત થતી જોવા મળી છે
આ સમગ્ર મામલો ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ કુતરાને અજાણ્યા શકસોએ લોખંડ નાં પાઈપ વડે બેરહેમ માર મારતા જોવા મળી રહ્યા છે આ ઘટના જેતપુર શેરના સારણ નદીના પુલ પાસે દેરડી રોડ બાજુ નાયરા પંપની આગળ કોઈ અજાણ્યા શકસો એ આ શ્વાનને લોખંડના પાઈપ વડે એટલી હદે માર માર્યો કે કુતરા નો જીવ ગયો હતો. આ વિડીઓ સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ અંગે પોલીસે તપાસ કરતા મજનુંભાઈ મેનાતે જણાવ્યું કે, આ વિડીઓ જોઈ અમે પેટ્રોલ પંપ નાં ફૂટેજ જોયું અને ત્યાર પછી આજુબાજુના વેપારીઓ નિવેદનનાં આધારે તપાસ હાથ ધરી છે. તેમજ આ કુતરા ની હત્યા કરનાર કોઈ બાવ નામનો શખ્સ તેમજ તેની સાથે અન્ય શખ્સ હોવાની પ્રાથમિક માહિતી મળી આવી છે.
તેમજ પોલીસે જણાવ્યું કે આ અંગે કોઈ ફરિયાદ નહિ મળે તો પોલીસ ખુદ ફરિયાદી બનીને હત્યારાઓને સામે તે શ્વાનની હત્યા નો ગુનો નોધશે.
આ મામલા પાછળ નું એવું કારણ સામે આવી રહ્યું છે કે આ કુતરો ગતરોજ ત્રણ થી ચાર લોકોને કરડી લીધા હતા. કદાચ તેના લીધે આ લોકો એ તેને માર મારીને હત્યા કરી હતી.