સુરતમાં ડાયમંડ બુર્સનું કામ પુરુ થયુ ! ફોટો અને વિડીઓ જોઈ દુબઈનું બુર્જ ખલીફા ભુલી જશો જુવો…
સમગ્ર દુનિયાનું સૌથી મોટું ડાયમંડ બુર્સ પાણીથી તૈયાર કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ સમગ્ર દુનિયા સામે ગ્રીન પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવશે ખજોદ માં આવેલ સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કાર્ય 100% પૂરું કરી દેવામાં આવ્યું છે આમ સુરત ડાયમંડ બુર્સ બિલ્ડીંગ એ જુદા જુદા ભાગમાં વિશ્વની બે મોટી મોટી બિલ્ડીંગ દુબઈ બુર્જ ખલીફા તથા અમેરિકાની પેન્ટાગોને પણ માત આપી દીધી છે આમ હવે સમગ્ર ડાયમંડ બુર્સમાં બે લાખ કરોડ કરતા પણ વધુ ડાયમંડ નો બિઝનેસ થાય તેવું હબ બની જશે.
અત્યાર સુધી સુરત શહેર માત્ર રફ ડાયમંડને જ કરવાનું કામ કરતું હતું પરંતુ હવે તે એક ફ્રેન્ડ પણ બનવા જઈ રહ્યું છે આ ડાયમંડ બુર્સ લગભગ 25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે તથા કે 1.48 લાખ ના ચોરસ મીટરમાં ફેલાયેલું છે ડાયમંડ બુર્સના નિર્માણથી સુરત શહેરના લગભગ હીરાઉદ્યોગમાં સમગ્ર વિશ્વની અંદર પોતાની આગવી ઓળખ ઊભી કરે તેમાં કોઈ બેમત નથી.
ડાયમંડના બુર્સ નું કુલ ક્ષેત્રફળ 68 લાખ ચોરસ ફુટ જણાવવામાં આવ્યું છે અને અત્યાર સુધીનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન દુનિયાની સૌથી મોટી ઑફિસ બિલ્ડીંગ છે અને તે 67 લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે આમ સુરતના ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈમારત છે.
તદુપરાંત આ વ્યવસાય માટે ખાસ કરીને ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યા છે અને તેની સમગ્ર સુવિધા માટે તથા તે દાગીનાની સુરક્ષા માટે ચાર હજાર સીસીટીવી કેમેરા પણ ત્યાં લગાવવામાં આવ્યા છે તથા તે બુર્સમાં ટોટલ 42 હજાર ઓફિસ છે અને 4500 ફોરવીલર તથા 10 હજાર ટુ વ્હીલર માટેનો વિશાળ પાર્કીંગ પણ રાખવામાં આવ્યો છે, તદુપરાંત દરેક ટાવરમાં ફાયર સેફટીનુ સેન્સર પણ લગાવવામાં આવી છે.અને તેથી જ આ ડાયમંડ બુર્સ શરૂ થાય તો કોઇપણ વેપારીને બિઝનેસ કરવામાં સરળતા રહે તે રીતે બનાવવામાં આવ્યું છે.
આ ડાયમંડ બુર્સમાં થતા પોલિશ્ડ ડાયમંડનો વેપાર કરવામાં આવશે તથા આ પ્રોજેક્ટના કારણે સુરતમાં કુલ બે લાખ રૂપિયાનો વેપાર થતો જોવા મળશે તથા ગુજરાત સરકારે ૨૨ ઓક્ટોબર 2016 ના દિવસે ૩૬ એકર જમીન સુરત ડાયમંડ બુર્સ કમિટીને આપીને તેનું ખાતમુરત કર્યું હતું.આ મુંબઈ તથા વિદેશના અલગ-અલગ વેપારીઓએ અહીં બુકિંગ પણ કરાવ્યું હતું તેના લીધે જ એક જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેન્ડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થઈ શકે.
દુનિયાના દરેક ખૂણામાં થી બાયર્સ અહીં આવશે. તેઓ એમની સાથે જોડાયેલા લોકો જે મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા ન હતા તે લોકો પણ અહીં ઓફિસ કરે ખરીદી શકશે અને તેનો સીધો લાભ વેપારીને થતો જોવા મળશે. આ ટ્રેડિંગ હબ ના કારણે સ્થાનિક લોકોને સારો એવો લાભ મળી શકે અને તે બધાનો ઇન્કમટેક્સ રિટર્ન સુરતમાં શરૂ થશે તથા તેનો સીધો લાભ ગુજરાત સરકારને થશે આ પ્રોજેક્ટ 2500 કરોડ રૂપિયાનો છે આમ લોકો પાસે પૈસા લઈને આ પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.
તેની અંદરની મુખ્ય વિશેષતાઓ ની વાત કરીએ તો 1.60 મીટર ના પહોળાઈનો ગેટ છે અને તેનો વિસ્તાર 67.10 મીટર બાય 31.45 મીટર છે. અને તેની ઊંચાઈ 15 મીટર રહેશે. તેમા સિક્યુરિટીને આવર્તી ડિઝાઇન બનાવવામાં આવી છે અને તેમાં મુલાકાતીઓ માટે ડિજિટલ ચેકિંગ પણ બનાવવામાં આવ્યું છે તથા વ્યાપારી ધોરણે અને પર્યટકોને આકર્ષિત કરવા માટે એન્ટ્રન્સ તથા પ્રવેશ દ્વાર છે. અને મુલાકાતીઓ માટે બાથરૂમ લિફ્ટ ની પણ સુવિધા કરવામાં આવી છે.
અહીં સમગ્ર વિશ્વના 175 થી પણ વધુ બાયર્સ આવશે. સુરત ની મહાનગરપાલિકા તથા સિટીબસ અને બીઆરટીએસ બસની સુવિધા પણ સમયસર દરેક વ્યક્તિને મળી રહે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત મેટ્રો ટ્રેન સરસાણાથી ડાયમંડ બુર્સ ખજોદ પહોંચી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ડાયમંડ બુર્સમાં જે ફેક્ટરીના માલિક છે અને નાના-મોટા ડાયમંડ ના વેપારી છે તેમની ઓફિસનુ ઇન્ટીરિયર આંતરરાષ્ટ્રીય સ્તરનું કરવામાં આવ્યું છે. તથા સમગ્ર વિશ્વના 175 કરતા થી પણ વધુ બાયર્સ અહીં આવશે અને તેમને આકર્ષિત કરવા માટે ડાયમંડ બુર્સની ઓફિસોને આંતરરાષ્ટ્રીય સ્તરે ડિઝાઇન કરવામાં આવી છે.