Gujarat

તમે જાણી ને નવાઇ લાગશે આ એક બાઇક ની માતા એ પોતાનુ 40 કીલો વજન ઘટાડીયું એ પણ આઈસ્ક્રીમ અને મીઠાઈ

આજકાલ લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે અલગ-અલગ ઉપાયો અપનાવતા હોય છે. તેમાં અમુક લોકો ડાયટ કરતા હોય છે, તો અમુક લોકો યોગ કરતા હોય છે, તથા અમુક લોકો કસરત કરીને પોતાનું વજન ઓછું કરતા હોય છે. વજન ઓછું કરવા માટે ઓછું ખાવાની જરૂર રહેતી નથી, પરંતુ તમારે યોગ્ય ભોજનની જરૂર હોય છે. અને તે વાત બિલકુલ સાચી સાબિત કરી છે. ઘણા બધા લોકો પોતાનું વજન ઓછું કરવા માટે ખાવા પીવાનું છોડી દે છે. પરંતુ તમારે એવું કરવાની જરૂર નથી. જો તમે તમારું ખાવાપીવાનું છોડી દેશો તો તમને પૂરતા પોષણ અને વિટામિન મળી શકશે નહીં. આમ તમે પોતાના હેલ્ધી ડાયટ પ્રમાણે પ્રોટીન અને હેલ્ધી ફેટ ની જરૂર હોય છે અને તેમાં મિનરલ્સ તથા વિટામિન એન્ટિઓક્સિડન્ટ દરેક વસ્તુ હોય છે. આમ આજે એક મહિલાએ પોતાના ડાયટ અને વજન ઓછું કરવાની વાત જણાવી છે, તેમને બેલેન્સ ડાયટ તથા કસરતથી પોતાનું વજન 40 કિલો સુધી ઓછું કર્યું છે.

જે મહિલાએ પોતાનું 40 કિલો વજન ઓછું કર્યું છે તેનું નામ દીપા સોની છે. અને તે 39 વર્ષના છે. તેઓ દિલ્હીની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તથા સેલ્સ મેનેજરની નોકરી કરે છે. તેમને પોતાની આ વજન ઓછું કરવાની જર્ની વિષે વાત કરતાં જણાવ્યું કે, તેઓ પહેલેથી જ ખૂબ જ જાડા હતા અને તેઓ સ્પોર્ટપર્સન હતા અને જુડો તેમની પસંદગીની રમત હતી. પરંતુ આ સમગ્ર રમત માં તેમના વજનને લઈને કોઈ મુશ્કેલી આવી ન હતી. તેથી તેમને વજન ઓછું કરવાનો બિલકુલ વિચાર્યું ન હતું. જ્યારે તેઓ દિલ્હીમાં નોકરી કરતા હતા ત્યારે તેમના 2009માં લગ્ન થઈ ગયા હતા.

તેઓ આગળ જણાવે છે કે તેમને એક બાળકને જન્મ આપ્યો, ત્યારબાદ તેમનું વજન 100 કિલો થઇ ગયું હતું અને તે વજન ઓછું કરવા માટે અલગ-અલગ ઉપાયો પણ અપનાવતા હતા. અને ઓનલાઇન જોઈને ડાયટ પણ ફોલો કરતા હતા. તેનાથી તેમનું વજન પાંચ કિલો સુધી જ ઓછું થયું અને 95 કિલો સુધી આવીને અટકી ગયા તેથી તેમને ઘણા બધા સ્વાસ્થ્યના પ્રોબ્લેમ પણ ઉભા થઇ ગયા હતા. અને તેમને કમરના દુખાવાથી લઈને ઘૂંટણમાં પણ દુખાવો શરૂ થઇ ગયો હતો. તેથી તેમણે નક્કી કર્યું હતું કે હવે મારે વજન ઓછું કરવું જ પડશે.

જ્યારે તેમને આ બધી તકલીફ શરૂ થઇ ગઇ ત્યારે તેમને ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું, અને ડોક્ટરે તેમને જણાવ્યું કે તમને આર્થરાઈટિસની શરૂઆત થઈ ગઈ છે. અને તેની માટે તેમને વજન ઓછું કરવું જ પડશે. 2012 થી વર્કઆઉટ સાથે ઘણા બધા ડાયટ ફોલો કરીને 75 કિલો સુધીનું વજન ઓછું કરી દીધું હતું. પરંતુ મારા શરીરમાં જે કંઈ પણ ચરબી હતી તે ઓછી થઇ નહતી, આમ મે મારો પર્સનલ ટ્રેનર રાખ્યો હતો તથા ડાયટ પ્લાન ફોલો કરીને ત્રણ મહિનામાં બીજુ 11 કિલો વજન ઓછું કર્યું હતું. પરંતુ તે વખતે મને ચરબીમાં ઘણો ઘટાડો જોવા મળ્યો.

તેઓ જણાવે છે કે ‘હવે મારું વજન માત્ર 60 કિલો છે અને હું દિવસમાં ચાર વખત જમુ છું. તેમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો તથા રાતનું જમવાનું બધું જ આવી જાય છે. અને તેમને અત્યારે જે કંઈપણ જમવું હોય તે જમે છે પરંતુ જમતી વખતે તેઓ કેલેરીનું ખાસ ધ્યાન રાખે છે. આમ ઘરના કામ કરવાની સાથે સાથે તેઓ જીમમાં વર્કઆઉટ કરવા માટે પણ જાય છે. તેઓ જણાવે છે કે તમારે જો ભોજન ઓછું કરવું હોય તો તમને જે જમવું હોય તે તમે જમી શકો છો, પરંતુ તમારે કેલેરી નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને તેની સાથે સાથે જ શારીરિક કસરત પણ શરૂ રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!