Gujarat

ભરતસિંહ ના વાયરલ વિડીઓ મુદ્દે નવો વળાક આવ્યો ! વહે યુવતી એ..

જેમ જેમ ગુજરાત મા ચુટણી નજીક આવી રહી એ તેમ તેમ રાજકારણ મા ગરમાવો આવી રહ્યો છે ત્યારે રોજ કાઈક ને કાઈક નવો મુદ્દો સામે આવી રહ્યો છે. ત્યારે બે દીવસ અગાવ કોંગ્રેસે ના નેતા ભરતસિંહ સોલંકી નો એક કથીત વિડીઓ સામે આવ્યો હતો જેમા ભરતસિંહ સોલંકી સાથે એક અન્ય યુવતી અને ભરતસિંહ સોલંકી ની પત્ની વચ્ચે ઝપાઝપી થતી જોવા મળી હતી જ્યારે બાદ ભરતસિંહ એ આ અંગે મિડીઆ ને પણ સંબોધી હતી ત્યારે આ મુદ્દે હવે નવો વળાંક આવ્યો છે.

આ ઘટના ના કુલ 4 જેટલા વિડીઓ વાયરલ થયા હતા અને સોસીયલ મિડીઆ આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો હતો ત્યારે આ યુવતી હવે પોલીસ સ્ટેશન ને પહોંચી છે અને રેશ્મા પટેલ સહિત અન્ય 10 જેટલા લોકો વિરુધ્ધ ટાઉન પોલીસ સ્ટેશન મા અરજી આપી હતી. આ યુવતીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા કહ્યુ કે, તે આણંદના મોતીકાકાની ચાલી પાસેની એક સોસાયટીમાં રહે છે. 31 મેના રોજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી તેના ઘરે સામાજિક કામથી આવ્યા હતા. ત્યારે તેના ઘરમાં રેશમા પટેલ અને કેટલાક લોકો જબરદસ્તીથી તેના ઘરમાં ઘૂસી ગયા હાત. તેઓએ તેની સાથે મારામારી કરી હતી. તેમજ તેનો વીડિયો ઉતારીને તેને બદનામ કરી હતી.

આ વિડીઓ વાયરલ થયા બાદ ભરતસિંહ સોલંકી એ પણ આ બાબતે ચોખવટ કરી હતી કે મારા વાયરલ વીડિયોમાં બધાએ ચલાવ્યુ કે રંગરેલિયા કર્યા. પણ હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રિદ્ધી પરમારનું હતું. નિખાલસ વાત કરુ છુ કે, હું પત્નીથી છુટી થઈશ તો મને સ્વીકારવા તૈયાર થશે તે મારુ ત્રીજુ પણ થશે. મને સ્વિકારવા કોઇ તૈયર થાય તો ત્રીજુ  લગ્ન હશે એ મારુ નસીબ. લોકો હે રામ કહે એમ મને રંગરેલીયા સંભાળાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!