આ પાટીદાર નેતા એ સુવર્ણ ઇતિહાસ રચેલો! બે વાર ગુજરાતીનાં મુખ્યમંત્રી બનીને ઇન્દિરા ગાંધીને પણ…
ગુજરાતમાં મુખ્યમંત્રીનાં પદ પર સૌથી વધુ કોઈ રાજનેતા એ રાજ કર્યું હોય તો તે છે, આપણા વડાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી. વર્ષ 2001 થી લઈને 2014 સુધી તેમને ગુજરાતનાં શાસનને સંભાળ્યું અને ગુજરાતનો વિકાસ કર્યો. એનાથી વિશેષ તેમણે પ્રધાનમંત્રી બન્યા પછી પણ ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખ્યું છે અને અનેક વિકાશકાર્યની ભેટ આપી છે જેની યાદી બહું લાંબી છે પણ આજે આપણે વાત કરીશું એક એવા પાટીદાર રાજ નેતાની જે સતત બે વખત ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા હતા.
આ વાત છે બાબુભાઇ જશભાઈ પટેલની જેઓ માત્ર 26 વર્ષની વયે મુંબઈ રાજ્યની ધારાસભાના સભ્ય બન્યા. એ સમયનું 1937 નું મુંબઈ રાજ્ય એટલે મહારાષ્ટ્ર, ગુજરાત, કન્નડ અને વિદર્ભ. આવા વિશાળ રાજ્યની ધારાસભા એટલે વિવિધ ક્ષેત્રના વિદ્વાન મહાનુભાવો હતા અને આ ધારાસભામાં સૌથી નાની ઉમરના ધારાસભ્ય હતા બાબુભાઈ. એટલે એ બેબી મેમ્બર ઑફ ધ હાઉસ તરીકે ઓળખાતા.
બાબુભાઈ વિશે આપણે જાણીએ તો બાબુભાઈનો જન્મ 9 ફેબ્રુઆરી, 1911 ના રોજ નડિયાદમાં થયો હતો. માતા ચંચળબા અને પિતા જશભાઈ પાસેથી જે સંસ્કારોનું સિંચન થયું તે જીવનપર્યંત સુવાસની જેમ મહેકતું રહ્યું. પાંચ વર્ષના ગાળામાં બાબુભાઈ બે વખત મુખ્યમંત્રી બન્યા હતા. એ સમયગાળો હતો ‘જૂન 1975થી માર્ચ, 1976’ અને ‘એપ્રિલ 1977થી ફેબ્રુઆરી 1980’.
1920 ના દાયકામાં 19 વર્ષમાં નવયુવાન બાબુભાઈ પૂનાની ફરગ્યુસન કૉલેજના વિદ્યાર્થી હતા. અનેક યુવાનોની જેમ બાબુભાઈ પણ એ સમયે ગાંધી વિચારોથી પ્રેરાયા અને અભ્યાસ છોડી સ્વતંત્રતાની લડતમાં જોડાઈ ગયા. તેમના માતાપિતાને આ વાત પસંદ નહોતી કે તેમનો પુત્ર અભ્યાસ છોડીને આઝાદીની લડતમાં જોડાય. 29 એપ્રિલ 1930નો એ દિવસ. સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં વ્યસ્ત ગાંધીજીને સવારે સાડા ચાર વાગ્યે મળવાનો મોકો બાબુભાઈને મળ્યો.
ગાંધીજી સાથે મુક્ત મને ચર્ચા કરી અને એ સમયે બાપુએ એમને સલાહ આપી કે અભ્યાસની સાથે જે સમય મળે એમાં રાષ્ટ્રસેવાનું કામ કરવું. સ્વાતંત્ર્યતા સંગ્રામમાં સક્રિય થયા, પરિણામે જેલમાં ગયા અને યરવડા જેલમાં 6 માસની સજાનો હુકમ થયો. એ સમયે એમની ઉંમર માત્ર 20 વર્ષ હતી. એટલે એમને બાબા બેરેકમાં મૂકવામાં આવ્યા. આ એમની પ્રથમ જેલ હતી. એ પછી આઝાદી આંદોલન દરમિયાન બાબુભાઈની આઠ વખત ધરપકડ થઈ હતી. નાની મોટી સજા ગણીને એમનો કુલ જેલ નિવાસ પાંચ વર્ષનો રહ્યો હતો.
1975ની કટોકટીમાં પણ બાબુભાઈએ 6 મહિનાનો કારાવાસ ભોગવ્યો હતો.1975ના અરસામાં દેશમાં કટોકટી લાદી દેવાઈ હતી. એ જ સમયે બાબુભાઈએ જનતા મોરચાની મિશ્ર સરકારની રચના કરી હતી. બાબુભાઈએ કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો કે ગુજરાતમાં કટોકટીની અમલવારી નહીં થાય. એ અરસામાં બાબુભાઈ દિલ્હી ગયા અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે શુભેચ્છા મુલાકાત કરી.
અને કહ્યું જે આપની આ કટોકટી તદ્દન ખોટી છે.ત્યાર બાદ તેઓ મુખ્યમંત્રી પદે આરૂઢ થયા અને ‘જૂન 1975થી માર્ચ, 1976’ અને ‘એપ્રિલ 1977થી ફેબ્રુઆરી 1980’ સુધી તેમને ગુજરાતની ધૂરા સંભાળી હતી અને અનેક ગીકાસ કાર્ય પૂર્ણ કર્યા અને બાબુભાઈનું 19 ડિસેમ્બર, 2002ના રોજ અવસાન થયું. બાબુભાઈએ ગુજરાત એવો વિકાસ કર્યો કે આજે પણ લોકો તેમને યાદ કરે છે.
